-ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી. ચિદંબરને માથે ધરપકડની તલવાર  લટકી રહી છે…

0
1028

 માજી નાણાંમંત્રી ચિદંબરમની  તકલીફો વધવાના સંકેત નજર આવી રહ્યા છે. તેમની આગોતરા જામીન રદ કયાૅ બાદ કોઈ પણ ક્ષણે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આ સમગ્ર કેસ 2007માં 305કરોડ રૂપિયાની વિદેશી રકમ મેળવવા માટે મિડિયા ગ્રુપને એફઆઈપીબીદ્વારા પરમિશન આપવા અંગે સંબંધિત છે. તે સમયગાળામાં ચિદંબરમ કેન્દ્રીય નાણાપ્રધાનનો હોદો્ સંભાળતા હતા. આઈએનએકસ મિડિયા ગ્રુપને એફઆઈપીબી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમના પુત્ર કાર્તિકની દરમિયાનગિરીને કારણે આ મંજૂરી આપવામાં આવી હતી. જે નાણાં ટ્રાન્સફર કરવામા આવ્યા તે નાણાં ચિદંબરમના પુત્ર કાર્તિની કંપનીમાં જમા કરાયા હતા. આગામી દિવસોમાં  તપાસ એજન્સીઓ કાર્તિ ચિદંબરમ પર પણ કાનૂની સકંજો મજબૂત કરશે એમ માનવામાં આવી રહ્યું છે.    

       યુપીએ સરકારના સમયકાળમાં નાણાંમંત્રીતરીકે એફઆઈપીબીએ બે એકમોને મંજૂરી આપી હતી. આઈએનએકસ મિડિયાના મામલામાં સીબીઆઈએ 15 મે, 2017ના કેસ દાખલ કર્યો હતો. એમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ચિદંબરમના શાસનકાળ દરમિયાન 2007માં 305 કરોડ રૂપિયાની રકમ મેળવનાર કંપનીને મંજૂરી મળી હતી. ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ- ઈડીએ ગયા વરસે આ સંદર્બમાં કેસ દાખલ કર્યો હતો.પિતા પી. ચિદંબરમની સાથે સાથે કાર્તિ ચિદંબરમ પણ આ મામલે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી રદ કરતા તેમની ધરપકડની ધડીઓ ગણાઈ રહી હતી ત્યારે તેમણે આગોતરા જામીન માટે હાઈકોર્ટના ફેંસલાની વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટેની પિટિશન દાખલ કરી છે, જેની સુનાવણી બુધવારે  21મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here