ભારત બાયોમેટ્રિક ડેટા આધારિત માઇક્રોચિપ સાથે ઇ-પાસપોર્ટ રજૂ કરશે

 

નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે વારંવાર પ્રવાસીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સમાચારમાં ટૂંક સમયમાં માઇક્રોચિપ ઈ-પાસપોર્ટ રજૂ કરવાની યોજના વ્યક્ત કરી છે. પ્ચ્ખ્ના પ્રવક્તા અરિન્દમ બાગચીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, પાસપોર્ટ સેવાઓને વધારવા માટે મંત્રાલયનો સતત પ્રયાસ રહ્યો છે. હકીકતમાં અમે જે નાગરિક સેવાઓ પ્રદાન કરીએ છીએ, તેમાં નવી સુવિધા અને ફેસિલિટીસ પણ આપી રહ્યા છે. ખાસ કરીને અમારા પાસપોર્ટમાં સુવિધાઓ રજૂ કરે છે. એક ટ્વીટમાં વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યાએ કહ્યું હતું, ટૂંક સમયમાં ભારતીય નાગરિકોને ઈ-પાસપોર્ટ મળવા લાગે તેવી શક્યતા છે.

વિદેશ મંત્રાલયના કાઉન્સિલર, પાસપોર્ટ અને વિઝા વિભાગના સચિવ સંજય ભટ્ટાચાર્યએ પણ ટ્વીટ કર્યું, ભારત ટૂંક સમયમાં નાગરિકો માટે નેક્સ્ટ-જનરેશન માટે ઇ-પાસપોર્ટ રજૂ કરવામાં આવશે. બાગચીએ વધુમાં કહ્યું કે સરકાર આ પ્રોજેક્ટને અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

પાસપોર્ટ બાયોમેટ્રીક આંકડાઓ સાથે સુરક્ષિત રહેશે અને વિશ્વભરમાં ઈમીગ્રેશનમાંથી ઝડપથી પ્રવેશ કરી શકાશે. નવા ઈ-પાસપોર્ટ સુરક્ષિત બાયોમેટ્રિક ડેટા પર આધારિત હશે અને વૈશ્વિક સ્તરે સરળ ઈમિગ્રેશન પ્રક્રિયાને સુનિશ્ચિત કરશે, ભટ્ટાચાર્યએ તેમના ટ્વિટમાં જણાવ્યું હતું. તે ઈમિગ્રેશન પ્રક્રિયાને સરળ બનાવતી વખતે બનાવટી પાસપોર્ટ દૂર કરવાના સરકારના પ્રયાસનો એક ભાગ પણ છે.

ઈ-પાસપોર્ટ IACO અનુરૂપ હશે. સરકારે ઈ-પાસપોર્ટના ઉત્પાદન માટે ઈલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ ઈન્લેની પ્રાપ્તિ માટે ઈન્ડિયા સિક્યુરિટી પ્રેસ (ISP), નાસિકને મંજૂરી આપી છે. સરકારી પ્રેસએ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL)ની પેટાકંપની છે, જે ભારત સરકારની જાહેર ઉપક્રમ છે.

આ સંદર્ભમાં, ISP તેની ઓપરેટિંગ સિસ્ટમ સાથે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) સુસંગત ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ ઇન્લેની પ્રાપ્તિ માટે વૈશ્વિક ટેન્ડર શરૂ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યું હતું, જે ઇ-પાસપોર્ટના ઉત્પાદન માટે જરૂરી છે. પ્રેસ દ્વારા ટેન્ડરિંગ અને પ્રાપ્તિ પ્રક્રિયાની સફળતાપૂર્વક પૂર્ણ થવા પર ઉત્પાદન શરૂ થવાનું છે,

વર્તમાનમાં ભારતીયો માટે પાસપોર્ટ એક છપાયેલા પુસ્તકના રૂપમાં હોય છે. પ્રાયોગિક આધારે ભારતે ૨૦,૦૦૦ અધિકારીઓ અને રાજદ્વારીઓને ઈ-પાસપોર્ટ જારી કર્યા હતા જેમાં ઈલેક્ટ્રોનિક માઈક્રોપ્રોસેસર ચિપ લાગેલી હતી. વહીવટીતંત્ર મુજબ પાસપોર્ટ છેતરપીંડીને વધુ મુશ્કેલ બનાવવા અને લોકોને ઈમીગ્રેશનમાંથી ઝડપથી પસાર થવા માટે આ નિર્ણય લેવાયો છે. 

ભારતમાં ૫૫૫ પાસપોર્ટ કેન્દ્ર છે, ૩૬ પાસપોર્ટ કચેરીઓ, ૯૩ પાસપોર્ટ સેવા કેન્દ્ર અને ૪૨૬ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર છે.MoneyControl.comના એક અહેવાલ મુજબ, પાસપોર્ટ ઇશ્યુઇંગ ઓથોરિટીઝ (PIA) દ્વારા ૨૦૧૯માં ૧૨.૮ મિલિયનથી વધુ પાસપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે ભારત ચીન પછી સૌથી વધુ પાસપોર્ટ ઇશ્યુ કરનાર બન્યું હતું.