ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધના એંધાણ-ભારેલાઅગ્નિ જેવી ધુંધવાતી , વિસ્ફોટક સ્થિતિ

0
1138

પાકિસ્તાનમાં વિમાન- સેવાઓ રદ કરવામાં આવીછે- જમ્મુ- કાશ્મીર અને પંજબના વિમાની મથકો પર વિમાનની અવર-જવર અટકાવી દેવામાં આવી- નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉચ્ચ કક્ષાની તાકીદની બેઠક – પાકિસ્તાને ભારતની સરહદમાંઘુસણખોરી કરી- બે  પાકિસ્તાની વિમાનો ભારતની સરહદ ઓળંગીને ઘુસી આવ્યા- ભારતની વાયુસેનાના વિમાનોએ એનો મુકાબલો કર્યો ..પંજાબના સરહદી વિસ્તારના અનેક ગામડાઓ ખાલી કરાયાં- અધિકૈારીઓની રજાઓ રદ કરી, તેમને ફરજ પર હાજર થવાનું ફરમાન, ભારત એકશન પ્લાનની તૈયારી કરી રહ્યું છે… પાકિસ્તાન સાથેના ઘર્ષણમાં ભારતનું એક વિમાન ક્રેશ થયું, ભારતીય પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાન સૈન્યના કબ્જામાં..

જમ્મુ- કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય હવાઈ દળે – એર ફોર્સે એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાનતરફથી સરહદ પર સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના યુધ્ધ વિમાનોએ ભારતીય વાયુ- સીમાનું ઉલ્લંઘન કરીને ભારતીય વિસ્તારમાં તેના બે વિમાનો  ધુિસી આવ્યાહતા. તેમનો ઈરાદો ભારતનાસૈનિક મથકો પર હુમલો કરવાનો હતો. ભારતીય વાયુદળના વિમાનોએ તેમનો મુકાબલો કરીનેેમને નસાડી મૂક્યા હતા. પાકિસ્તાનના એક ફાઈટર જેટ- એફ 16ને તોડી પાડવામા આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ભારતનું એક વિમાન ક્રેશ થયું હતું અને વિમાનના પાયલોટ લાપતા થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારતના વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તા રવીશકુમારે પત્રકાર પરિષદમાં ઉપરોક્ત માહિતી આપી હતી. ત્યારબાદ ભારતીય પાયલોટ વિંગ કમાન્ડર મેજર અભિનંદનની ધરપકડ કર્યાનો પાકિસ્તાને દાવો કર્યો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય જિનિવા સમજૂતી અનુસાર, ભારતના પાયલોટને યુધ્ધ કેદીનો દરજ્જો આપીને એની સાથે માનવીય વ્યવહાર કરવાનો તેમજ જેમ બને તેમ જલ્દી તેમને ભારત પરત મોકલી દેવાનું જણાવ્યું હતું.

 સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુદળને હાઈઅલર્ટ પર રાખીને બે મિનિટમાં તૈયાર રહેવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને ભારતની હવાઈ – સીમામાં ગેરકાૈયદે પ્રવેશીને કરેલા ઉલ્લંઘનને ભારતે અકતિ ગંભીરતાથી લીધું છે. અમે્રિકા, ઈંગ્લેન્ડ, , ફ્રાંસ આદિ દેશોએ પાકિસ્તાન- ભારતને શાંતિ ને સંયમથી વર્તવાની સલાહ આપી છે.. અમેરિકાએ તો પાકિસ્તાનને આતંકી સંગઠનો સામે કડક હાથે કામ લેવાનું જણાવ્યું છે. શક્યા તો એવી છેકે કોઈ પણ ક્ષણે કંઈપણ બની શકે..

કેબિનેટની બેઠકમાં  નાણાંપ્રધાન જેટલીએ તો એવું વિધાન કર્યું હતું કે, જો અમેરિકા પાકિસ્તાનમાં અંદર ઘુસીને ઓસામા બિન  લાદેનને મારી શકે, તો આપણે કેમ નહિ…ભારતની સરકાર એકશન લેવાના મૂડમાં છે. તમામ રાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચંડીગઢ, પઠાણકોટ અને અમૃતસર એરપોર્ટથી તમામ ઉડ્ડયનો રદ કરવામાં આવ્યા છે. ઝીરો લાઈન સ્થિત પંજાબના ગામોમાં દહેશતનો માહોલ છે. ભારતીય સેનાએ સરહદ પરની પોતાની ગતિવિદિ વધારી દીધી છે. પંજાબની સરહદના ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાંથી પસાર થનારા આંતરરાષ્ટ્રીય વિમાનો ની સેવાઓ પર પણ આની અસર પડવા માંડી છે. અનેક વિમાનોપાછા ફર્યા છે, તો કેટલાકને રૂટ બદલવા પડ્યા છે.

 ગૃહપ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, રોના વડા, ગૃહ સચિવ તેમજ અન્ય ટોચના અધિકારીઓની બેઠકો દિલ્હીમાં યોજાઈ રહી છે. પાકિસ્તાનના સૈન્ય  દ્વારા સિયાલકોટ સેકટરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા રેખા પર જોરદાર હિલચાલ થઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here