ભારત -ચીનનો સીમા- વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થી કરવા એમેરિકા તૈયાર છે- પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 

 

   ભારત- ચીનની સીમા પર પૂર્વ- લડાખ વિસ્તારમાં બન્ને પક્ષે તંગદિલી પ્રવર્તી રહી છે. બન્ને દેશના સૈનિકો સીમા પર તૈનાત કરાયા છે. તાજેતરમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કરીને જણાવ્યું હતું કે, અમે ભારત અને ચીનને સૂચિત કર્યા છે કે જો તેઓ ઈચ્છે તો તેમની વચ્ચેનો સીમા- વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થી કરવા અમેરિકા તૈયાર છે. અગાઉ જમ્મુ-ૃ કાશ્મીરના મુદે પણ ટ્રમ્પે અનેકવાર અમેરિકાની મધ્યસ્થી કરવા રજૂઆત કરી હતી. તેમણે ભારતને  કહ્યું હતું કે, જમ્મુ- કાશ્મીરની સમસ્યા બાબત ભારતને મદદ કરવા તૈયાર છીએ. તે સમયે ભારતે જમ્મુ- કાશ્મીરનો પ્રશ્ન ભારતનો આંતરિક મામલો છે એવું સ્પષ્ટ જણાવી દીધું હતું. ભારત કોઈ બહારના દેશની કશી પણ ડખલગિરી ઈચ્છતું નથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી હતી.