ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટઃ ડિફેન્સ ટેક્નોલોજી સહિત ૭ મહત્ત્વની સમજુતી

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસનની વચ્ચે ગુરુવારે યોજાયેલી વર્ચ્યુઅલ સમિટમાં સંરક્ષણ ટેક્નોલોજી સહિત ૭ સમજુતી સાઇન થઇ અને બે જાહેરાત કરવામાં આવી. મોદીએ કહ્યું કે, બંને દેશોની વચ્ચે સંબંધ મજબુત કરવા માટેનો આ સૌથી યોગ્ય સમય છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૭ સમજુતી, ૨ જાહેરાત

૧. બંને દેશોની વચ્ચે સ્ટ્રેટજિક પાર્ટનરશિપ પર સંયુક્ત નિવેદન (જાહેરાત)

૨. ઇન્ડો-પેસિફિકમાં મેરિટાઇમ (સમુદ્રી) સહયોગ અંગે સંયુક્ત નિવેદન

૩. સાયબર અને સાયબર એનેબલ્ડ ક્રિટિકલ ટેક્નોલોજી સહયોગ અને સમજુતી

૪. માઇનિંગ, ક્રિટિકલ મિનરલ્સની પ્રોસેસિંગનાં ફિલ્ડમાં સહયોગનો કરાર

૫. મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટની વ્યવસ્થા અંગેના દસ્તાવેજો સાઇન

૬. ડિફેન્સ સાયન્સ અને ટેક્નોલોજીમાં સહયોગ માટે દસ્તાવેજો સાઇન

૭. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ રિફોર્મનાં ક્ષેત્રમાં સહયોગ માટે સમજુતી

૮. વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગમાં સહયોગ માટે કરાર

૯. વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટે સમજુતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે પર્સનલી નથી મળી શક્યાં તેનો અફસોસ છે. સ્થિતી સુધર્યા બાદ તમે પરિવારની સાથે ભારત આવવાનું આયોજન બનાવો. ગત્ત થોડા વર્ષોમાં આપણો તાલમેલ સારો રહ્યો છે. આ ખુશીની વાત છે અને આપણા સંબંધોની બાગડોર તમારા જેવા મજબુત અને દુરદર્શી નેતાઓનાં હાથમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here