ભારતે ઓસ્ટ્રેલિયાને ૨-૧થી હરાવી શ્રેણી કબજે કરી

 

બેંગ્લુરુઃ રોહિત શર્મા (૧૧૯) અને વિરાટ કોહલી (૮૯)ની શાનદાર ઇનિંગની મદદથી ભારતે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટે પરાજય આપીને શ્રેણી ૨-૧થી કબજે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવર્સમાં ૯ વિકેટે ૨૮૬ રન કર્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે ૪૭.૩ ઓવર્સમાં ૩ વિકેટે ૨૮૯ રન બનાવી મેચ જીતી હતી. અંતે શ્રેયસ અય્યર ૪૪ અને મનીષ પાંડે ૮ રન બનાવી અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ ૧૩૧ રન ફટકાર્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ ૪ વિકેટ ઝડપી હતી. આ સાથે ભારતે પાછલી સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે  થયેલા પરાજયનો બદલો પણ લઈ લીધો છે. વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં ૧૦૦મી વખત ૫૦ના આંકડાને પાર કર્યો હતો. રોહિત શર્માએ ૨૯મી સદી ફટકારી વિશ્વમાં સૌથી વધુ સદી ફટકારવામાં શ્રીલંકાના જયસૂર્યાનો રેકોર્ડ તોડી ચોથા સ્થાને આવી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here