ભારતીય વિદ્યા ભવનમાં હરિભાઈ વિ. દેસાઈ ઈનિ્સ્ટટ્યુટ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટનો પ્રારંભ

 

નડિયાદઃ સાક્ષરભૂમિ નગર નડિયાદની શિક્ષણક્ષેત્રે શિરમોર સમાન તથા ખ્યાતનામ સંસ્થા એવી ભારતીય વિદ્યા ભવનમાં ભારતના યુવકો અને યુવતીઓને રોજગારી પુરી પાડવાના હેતુથી દેસાઈ બ્રધર્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નીતિનભાઈ દેસાઈના સહયોગથી હરિભાઈ વિ. દેસાઈ ઈનિ્સ્ટટ્યુટ ઓફ સ્કીલ ડેવલપમેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો મૂળમંત્ર છે નોકરી શોધનાર નહિ નોકરી આપનાર બનો. આ સંસ્થાને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી અધિકૃત ટ્રેનિંગ સેન્ટર માટેની માન્યતા પ્રાપ્ત થયેલ છે.

હરિભાઈ વિ. દેસાઈ ઇનિ્સ્ટટ્યુટ ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં દરેક યુવકો અને યુવતીઓને સ્વાવલંબી બનવા માટે અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે નીચેના વિષયોમાં તાલીમ આપવામાં આવશે.

કોમ્પ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર, ટેલરિંગ, લેડીઝ, જેન્ટસ, ડેકોરેટીવ આઈટમ્સ, ફેશન ડિઝાઈનિંગ, એકાઉન્ટસ અને ફાઈનાન્સ, જીએસટી, બેઝીક એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ મેનેજર, ખેતીવાડી, આધુનિક ખેતી, મલ્ટીલેયર ખેતી, ઓર્ગનિક ખેતી, ઔષધીય ખેતી, ગાર્ર્ડનીંગ એન્ડ હોમ ફાર્મિંગ, બાગાયતી ખેતી, ગૌ શાળા, બ્યુટીફિકેશન, લેડીઝ, જેન્ટસ, બ્રાઇડલ મેકઅપ, ઈલેક્ટ્રિકલ, ઈલક્ટ્રિશિયન, મશીન રિપેરિંગ, સુથારીકામ, લેથ મશીન ઓપરેટર, વુડ આર્ટ, સ્પોકન ઇંગ્લિશ, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ, પિઆનો બોર્ડ, ફ્લુટ, ડ્રમ્સ, તબલા, પ્લમ્બરની તાલીમ આપવામાં આવશે.

આ તાલીમ અને પ્રશિક્ષણ માટે જેતે ક્ષેત્રનાં નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ સાથે નવભારતના યુવકો અને યુવતિઓને તેઓના મનગમતાં વિષયમાં જરૂરિયાત મુજબ વ્યવહારિક તાલીમ (પ્રેક્ટીકલ ટ્રેનિંગ) માટેની પુરતી વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. જેથી આ યુવકો અને યુવતીઓ આજના સમયની આધુનિક યંત્રપ્રણાલી અને ટેકનોલોજી સાથે તાલ મેળવી પોતાની સ્કીલ્સને વધુ મજબૂત બનાવી પોતાને વધુ લાયક અને કાર્યક્ષમ બનાવી શકે. આ તાલીમ મેળવ્યા બાદ દરેક યુવતીઓ અને યુવકો સ્વયં પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે, જેથી તેઓ સમાજમાં અન્ય લોકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે. આ માટે બનતી દરેક જાણકારી અને મદદ સંસ્થા દ્વારા તેઓને પુરી પાડવામાં આવશે. તેની સાથે જ સરકાર દ્વારા પ્રમાણિત પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ કોર્સની શુભ શરૂઆત લાભ પાંચમ ૧૯ નવેમ્બર, ૨૦૨૦ને ગુરુવારના દિવસથી કરવામાં આવશે. આપની એક મદદથી એક પરિવારનું જીવન બદલાઈ શકે છે તો આપ સૌ અને આપની જાણકારીમાં આવતા તમામ યુવક અને યુવતીઓને આત્મનિર્ભર, સ્વાવલંબી બનાવવા તથા પોતાના હુન્નરને નિખારવા આ સંસ્થા સાથે જોડાઈ શકો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here