ભારતીય રેલ્વેનું ખાનગીકરણ : ૧૦૯ રૂટ પર ૧૫૧ અત્યાધુનિક ખાનગી ટ્રેનો દોડશે

 

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ બુધવારે નિર્ણય લીધો હતો કે તે ૧૦૯ રૂટ પર ૧૫૧ અત્યાધુનિક ખાનગી ટ્રેનો દોડાવશે. તે માટે રેલ્વે મંત્રાલયે ખાનગી કંપની પાસેથી અરજીઓ મગાવી છે. ખાનગી ટ્રેનો ચલાવવા માટે ઈટાલ્ફર અને વર્જિન જેવી વિશ્વની મોટી કંપનીઓએ પણ બોલી લગાવી શકે છે. બીજી પણ ઘણી વિદેશી કંપનીઓ ખાનગી ટ્રેનો ચલાવવા બોલી લગાવી શકે છે અને લગભગ ૩૦ હજાર કરોડનું ખાનગી ક્ષેત્રે રોકાણ થઈ શકે છે. અને રોજગારમાં વધારો થશે.

આ ઉપરાંત, ટ્રેનનાં ડબ્બાઓનાં ઉત્પાદન માટે પ્રસિદ્ધ વિદેશી રોલિંગ સ્ટોક ઉત્પાદકો બમ્બોર્ડિયર, એલ્ટમ, ટેલ્ગો અને ઘ્.ખ્.જ્ જેવા ઉત્પાદકો પણ આ બોલીમાં હિસ્સો લઈ શકે તેવી સંભાવના છે. અર્ન્સ્ટ એન્ડ યંગ (ચ્.ળ્) ઈન્ડિયાનાં પાર્ટનર રાજાજી મેશ્રામે જણાવ્યું હતુ કે, મોટાભાગના રોલિંગ સ્ટોક ઉત્પાદકો વૈશ્વિક સ્તરે હશે અને રેલ્વે મંત્રાલય પણ એવું જ ઇચ્છે છે. એવામાં જોવા જેવું છે કે વિદેશી કંપનીઓને ભાગીદારી મળશે કે સ્થાનિક કંપનીઓ હશે. જો કે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આવ્યા પછી જ ખબર પડશે.

આ મુદ્દે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ દસ્તાવેજ બહાર આવવા પહેલા બોલી લગાવનારાઓ સાથે તબક્કા વાર બેઠકો થશે. પછીથી જો બોલી લગાવનારને કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે તો ભારતીય કંપનીઓ તમામ પ્રકારની સ્થાનિક અનિશ્ચિતતાઓને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે. પરંતુ જો વ્યવસ્થા અને ખાનગી ટ્રેનોની વિગતોનું વિવરણ ગમશે તો ચોક્કસપણે ઘણી વૈશ્વિક કંપનીઓ આ હરિફાઇમાં જોડાઈ શકે છે. રેલ્વે મંત્રાલયના સૂત્રો અનુસાર ઘણી ભારતીય કંપનીઓએ ખાનગી ટ્રેનો ચલાવવા બાબતે રસ દાખવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે વર્જિન ટ્રેન અને ઇટાલ્ફર જેવી વિદેશી કંપનીઓ પણ આ બોલીમાં જોડાઈ શકે છે. આ બોલીઓ બે તબક્કામાં રહશે.

રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે ગુરુવારે કહ્યું હતું કે, ચારે તરફથી અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમને આશા છે કે વધુમાં વધુ કંપનીઓ તેમાં જોડાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ ટ્રેનો અને કોચનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ કરવામાં આવશે અને મોટાભાગના કોચનું ઉત્પાદન ફક્ત ભારતમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે શરૂઆતમાં કેટલાક કોચને બહારથી બોલાવી શકાય છે. કરાર અનુસાર ખાનગી કંપનીઓ ૧૦૯ રૂટ પર ૧૫૧ આધુનિક ટ્રેનો ચલાવશે. આ દેશમાં ચાલનાર ૨૮૦૦ ટ્રેનોનાં માત્ર પાંચ ટકા જ હિસ્સો રહેશે. સ્વાભાવિક રીતે ખાનગી ઓપરેટરો જ ટ્રેનોનું ભાડુ નક્કી કરશે.

તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે પેસેન્જરોને સૌથી સસ્તી યાત્રાઓ કરાવે છે. જેનું હવે ખાનગીકરણ થવા જઇ રહ્યુ છે. ટ્રેનોનું ટાઇમ ટેબલિંગ વગેરે જેવા કેટલાક પાસાઓ રેલ્વે નક્કી કરશે અને ભારતીય રેલવેને કુલ આવકનો નિશ્ચિત હિસ્સો મળશે. ખાનગી ટ્રેનોની વાત કરીએ તો આ તમામ ટ્રેનો ૧૫૦થી ૧૬૦ કિમી/કલાકની ઝડપે દોડશે, જેમાં યાત્રીઓને વધારે ઝડપી અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here