ભારતીય નૌકાદળને મળી નવી ઍટેક સબમરીન INS વાગીર

 

મઝગાંવઃ ભારતીય નૌકાદળને સ્કોરપીન ક્લાસ ઍટેકે સબમરીન આઇઍનઍસ વાગીર પોતાના સમય કરતાં ઍક મહિના પહેલા જ મળી ગઇ છે. તેનું દરિયાઇ ટ્રાયલ્સ ૧૨ નવેમ્બર ૨૦૨૦થી ચાલી રહ્ના હતાં. તેમાં હથિયાર લગાવવાથી માંડીને તમામ કાર્યોને પૂરા કરવામાં મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટિડે બાકી સબમરીનો કરતાં ઓછો સમય લીધો છે. તેને પ્રોજેક્ટ-૭૫ અંતર્ગત બનાવવામાં આવી છે.

આઇઍનઍસ વાગીર સ્કોરપીન યાન કલવારી ક્લાસ ડીઝલ-ઇલેક્ટ્રોનિક સબમરીન છે. આ અત્યંત આધુનિક નેવિગેશન, ટ્રેકિંગ પ્રણાલીઓથી સજ્જ છે. આ સાથે જ તેમાં અનેક પ્રકારના હથિયારોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આઇઍનઍસ વાગીર અનેક પ્રકારના મિશનને અંજામ આપી શકે છે. જેમ કે જમીન પરના યુદ્ઘ, સબમરીન વિરોધી યુદ્ઘ, ગુપ્તચર માહિતી ઍકઠી કરવી, દરિયાઇ ટનલ પાથરવી, વિસ્તારની દેખરેખ વગેરે. સબમરીનને ઓપરેશન વખતે દરેક પરિસ્થિતિમાં સંચાલિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

આ કલવારી ક્લાસ સબમરીન છે. આ ક્લાસની સબમરીનોની લંબાઇ લગભગ ૨૨૧ ફૂટ, બીમ ૨૦ ફૂટ અને ઊંચાઇ ૪૦ ફૂટ હોય છે. તેમાં ૪ ઍમટીયુ ૧૨વી ૩૯૬ ઍસઇ૮૪ ડીઝલ ઍન્જિન લાગેલ હોય છે. આ ઉપરાંત ૩૬૦ બેટરી સેલ્સ હોય છે. પાણીની સપાટી પર તેની ગતિ ૨૦ કિલો મિટર પ્રતિ કલાકની હોય છે જ્યારે પાણીની અંદર ૩૭ કિલ મિટર પ્રતિ કલાકની ગતિઍ ચાલે છે. તેની રેન્જ તેની ગતિ અનુસાર નક્કી થાય છે. જો તે સપાટી પર ૧૫ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે તો તે ૧૨૦૦૦ કિલો મિટર સુધી ચાલી શકે છે. પાણીની અંદર તે ૧૦૨૦ કિલો મિટરની રેન્જ સુધી જઇ શકે છે પરંતુ ગતિ ૭.૪ કિલો મિટર પ્રતિકલાકની હોવી જોઇઍ. આ ૫૦ દિવસ સુધી પાણીની અંદર રહી શકે છે. મહત્તમ ૩૫૦ ફૂટ ઊંડે સુધી જઇ શકે છે. તેમાં ૮ સૈન્ય અધિકારીઓ અને ૩૫ સેલર તૈનાત કરી શકાય છે. તેની અંદર ઍન્ટી-ટોરપીડ કાઉન્ટરમેજર સિસ્ટમ લાગેલી છે. તદુપરાંત ૫૩૩ મિ.મી.ના ૬ ટોરપીડો ટ્યૂબ્સ હોય છે જેનાથી ૧૮ ઍસયુટી ટોરપીડો કે ઍસઍમ.૩૯ ઍક્સોસેટ ઍન્ટી-શિફ મિસાઇલ લોન્ચ કરી શકાય છે. આ ઉપરાંત તે પાણીની અંદર ૩૦ દરિયાઇ વિસ્ફોટક સુરંગ પાથરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here