ભારતીય-અમેરિકન દંપતી ડિઝની વર્લ્ડમાં લગ્નગ્રંથિથી જોડાયાં

લોસ એન્જલસઃ ગુડ મોર્નિંગ અમેરિકા સ્પર્ધામાં વિજેતા થયેલાં ભારતીય-અમેરિકન દંપતીએ દસમી મેએ સિન્ડ્રેલા કેસલની સામે આવેલા વોલ્ટ ડિઝની વર્લ્ડમાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં, જેનું જીવંત પ્રસારણ એબીસી ઉપર કરાયું હતું.
જય પટેલે બે વર્ષ અગાઉ સિન્ડ્રેલા રોયલ ટેબલ રેસ્ટોરાંમાં એલેક્સિસ પ્રિસ્ટનને લગ્નની દરખાસ્ત મૂકી હતી. તેઓ ટેક્સાસમાં ગયા વર્ષે લગ્ન કરવાનાં હતાં, પરંતુ વાવાઝોડા હાર્વેના કારણે ભારે વરસાદથી તેમની યોજના પર પાણી ફરી વળ્યું હતું અને તેઓના ઘરને નુકસાન થયું હતું.
આ દંપતીની પસંદગી ત્રણ હજાર એન્ટ્રીમાંથી કરવામાં આવી હતી. તેમણે ડિઝની વર્લ્ડમાં ૫૦ મિત્રો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં તેઓના અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું, એટલું જ નહિ, પરંતુ સિન્ડ્રેલા કેસલ સ્યુટમાં એક નાઇટનું ઇનામ, ઇંગ્લેન્ડ-ફ્રાન્સની હનીમુન ટિકિટનું ઇનામ પણ મેળવ્યું હતું.
પ્રિસ્ટન જય પટેલને હાઈ સ્કૂલમાં મળી હતી, પરંતુ છ વર્ષ સુધી તેની સાથે વાત કરી શકી નહોતી, જ્યાં સુધી તેને જય પ્રત્યે પ્રેમ થયો નહોતો. પ્રિસ્ટને આ વાત તેમની વેડિંગ વેબસાઇટ પર મૂકી હતી.
પ્રિસ્ટને કહ્યું હતું કે છ વર્ષની વયે તેણે નક્કી કર્યું હતું કે તેનું લગ્ન ડિઝની વર્લ્ડમાં જ કરશે.
પ્રિસ્ટન સિન્ડ્રેલાના ગ્લાસ કોચમાં લગ્ન સમારંભમાં આવી હતી, જેને છ સફેદ અશ્વો ખેંચતા હતા અને આસપાસ રોયલ ટ્રમ્પેટર્સ હતા.
જય પટેલ હાઈ સ્કૂલમાં એન્જિનિયરિંગના શિક્ષક છે. આ સ્પર્ધાનું આયોજન ડિઝનીની ફેઇરી ટેલ વેડિંગ્સ દ્વારા એબીસીના ગુડ મોર્નિંગ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here