ભારતમાં ૬૭ અબજની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ

 

મુંબઇઃ ભારતમાં ૨૦૧૯માં દર મહિને ત્રણથી વધુ ડોલર બિલિયનર્સ ઉમેરાયા છે, જેને કારણે દેશમાં ડોલર બિલિયનર્સની સંખ્યા વધીને ૧૩૮ની થઈ ગઈ છે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, એટલે કે ૨૦૧૯માં દર મહિને જે લોકોની સંપત્તિ એક અબજ ડોલર કે તેથી વધારે છે તેવા લોકોની સંખ્યા ત્રણથી વધારે વધી અને એક અબજ ડોલર કે તેથી વધારે સંપત્તિ ધરાવતા લોકોની કુલ સંખ્યા ૧૩૮ થઈ ગઈ છે. 

ચીન ૭૯૯ અને અમેરિકા ૬૨૬ ડોલર બિલિયનર્સની સાથે પ્રથમ અને બીજા ક્રમાંકે છે. ૨૦૧૯માં ભારતમાં નવા ૩૮ ડોલર બિલિયનર્સ ઉમેરાયા હતા. ભારતમાં ૬૭ અબજ ડોલરની સંપત્તિ સાથે રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી પ્રથમ ક્રમે છે. દર કલાકે મુકેશ અંબાણીની સંપત્તિમાં સાત કરોડનો વધારો થઈ રહ્યો છે. 

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ, ૨૦૨૦ના અનુસાર, વિશ્વમાં કુલ ૨૮૧૭ લોકો એવા છે, જેમની પાસે એક અબજ ડોલરથી વધારે સંપત્તિ છે. ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં ડોલર બિલિયનર્સની સંખ્યામાં ૪૮૦નો વધારો થયો છે. 

ચીનમાં દર સપ્તાહમાં ત્રણથી વધારે અને ભારતમાં દર મહિને ત્રણથી વધારે ડોલર બિલિયનર્સ ઉમેરાયા હતાં. ભારતના ૧૩૮ ડોલર બિલિયનર્સ પૈકી મુંબઇમાં ૫૦, નવી દિલ્હીમાં ૩૦, બેંગાલુરુમાં ૧૭ અને અમદાવાદમાં ૧૨ ડોલર બિલિયનર્સ છે. 

વૈશ્વિક યાદીમાં ૬૭ અબજ ડોલરની સંપત્તિ સાથે ંમુકેેશ અંબાણી નવમા ક્રમે છે. આ યાદીમાં ૧૪૦ અબજ ડોલરની સંપત્તિ સાથે એમેઝોનના જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. ભારતની યાદીમાં મુકેશ અંબાણી પછી ૨૭ અબજ ડોલર સાથે એસપી હિંદુજા પરિવાર, ૧૭ અબજ ડોલર સાથે ગૌતમ અદાણી ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે શિવ નાદાર અને પાંચમા ક્રમે લક્ષ્મી મિત્તલ નો સમાવેશ થાય છે. 

૦૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here