ભારતમાં કોવિડની સ્થિતિ દુખદઃ US વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા ભારતીયોને સંબોધિત કરતા વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-૧૯ની અત્યારની સ્થિતિ ખરેખર દુખદ છે. અમેરિકન ભારતીયોના એક સમારોહમાં અગાઉથી રેકોર્ડ કરેલા સંદેશમાં હેરિસે જણાવ્યું હતું કે, મારા પરિવારની ઘણી પેઢીઓ ભારતથી આવી છે. મારા માતા (શ્યામલા ગોપાલન) ભારતમાં જન્મ્યા અને મોટા થયા હતા. આજે પણ મારા પરિવારના સભ્યો ભારતમાં રહે છે. ભારતની સુખાકારી અમેરિકા માટે ખરેખર મહત્ત્વની છે.

હેરિસે શુક્રવારે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ સંક્રમણમાં ઉછાળો અને ભારતમાં મૃત્યુનો આંક ખરેખર દુખદ છે. તમારામાંથી જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે તેમને હું વ્યક્તિગત આશ્વાસન આપું છું. સ્થિતિની ગંભીરતા જણાતાની સાથે જ અમારા વહીવટી તંત્રએ પગલાં લીધા હતા. સોમવારે ૨૬ એપ્રિલે પ્રેસિડેન્ટ જો બાયડેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને સહાયની ઓફર કરી હતી. ૩૦ એપ્રિલે અમેરિકન લશ્કરના સભ્યો અને નાગરિકોએ સ્થળ સુધી રાહત પહોંચાડી હતી. તેમણે કહ્યું હતું કે, અમે રિફિલ થઈ શકે તેવા ઓક્સિજન સિલિન્ડર્સ પહોંચાડ્યા છે અને હજુ વધુ મદદ કરીશું. અમે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પણ આપ્યા છે અને વધુ આપીશું. અમે એન-૯૫ માસ્ક પણ પહોંચાડ્યા છે અને આગામી સમયમાં વધુ મોકલીશું. હેરિસના જણાવ્યા અનુસાર અમેરિકાના કોવિડના દર્દીઓની સારવાર રેમડેસિવિર ઇન્જેક્શન્સ પણ મોકલ્યા છે. હેરિસે કહ્યું હતું કે, મહામારીની શરૂઆતમાં અમેરિકામાં હોસ્પિટલ બેડની અછત હતી ત્યારે ભારતે સહાય મોકલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here