ભારતમાં કોરોના વાઇરસની પહેલી તસવીર લેવાઈ

 

મુંબઈઃ પૂણેની ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના નેશનલ ઇનિ્સ્ટટયુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ પહેલી વખત કોરોના વાઇરસની તસવીર પ્રાપ્ત કરી છે. આ તસવીર ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇમેર્જિંગની મદદથી લેવામાં આવી છે. આ તસવીર ભારતના કોરોના વાઇરસના સૌથી પ્રથમ પોઝિટિવ દર્દીના ગળામાંથી લેવાયેલા નમૂનામાંથી પ્રાપ્ત કરવામાં આવી હતી. દેશમાં વાઇરસનો પ્રથમ કિસ્સો ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ કેરળમાં અહેવાલિત થયો હતો. સંક્રમિત યુવતી એ ત્રણ છાત્રોમાં સામેલ હતી જેઓ ચીનના વુહાન શહેરમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા.

શું કોરોના વાઇરસ હવાથી ફેલાય છે? ષ્ણ્બ્એ કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી આખી દુનિયામાં ફેલાઇ રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૬.૫૦ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે અને ૩૦,૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. માત્ર ભારતમાં જ કોરોનાના સંક્રમણનો આંકડો ૧૦૦૦ની નજીક પહોંચી ગયો છે અને ૨૦ લોકોના મોત થઇ ચૂકયા છે. દુનિયાભરની સરકારો બચાવના તમામ ઉપાયો કરી રહી છે. ભારતમાં પણ લોકડાઉન કરી દીધું છે. જાગૃતતા પણ ફેલાવી રહ્યા છે પરંતુ સાથો સાથ કેટલાંય પ્રકારની અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. એક એવી જ અફવા છે કે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે જેનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ખંડન કર્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે (ષ્ણ્બ્)એ સ્પષ્ટતા કરી છે કે કોરોના વાઇરસ માત્ર એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ફેલાય છે. તેમણે કહ્યું કે કોરોના વાઇરસનું સંક્રમણ હવાથી ફેલાતું નથી કારણ તે માત્ર થૂંકના કણોથી જ ફેલાય છે. આ કણ કફ, છીંક અને બોલવાથી શરીરમાંથી બહાર નીકળે છે. થૂંકના કણ એટલા હલકા નથી હોતા જે હવાની સાથે અહીંથી ત્યાં ઉડ જાય. તે ખૂબ જ ઝડપથી જમીન પર પડી જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here