ભારતમાં કોરોનાના ૧૬૯ કેસ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસઃ ત્રણનાં મૃત્યુ

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના પીડિત દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે છત્તીસગઢ અને ચંડીગઢમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ચંડીગઢના સેક્ટર ૩૨ ખાતે જીએમસીએચમાં દાખલ થયેલી એક સંદિગ્ધ યુવતી કોરોનાગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. દરદી ચંડીગઢની છે અને રવિવારે સવારે જ ઇંગ્લેન્ડથી પરત આવી છે. છત્તીસગઢમાં જે વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે એ પણ હાલમાં જ લંડનથી પરત આવી છે. આ યુવતીનાં માતા-પિતાને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે. 

સત્તાવાર આંકડા પ્રમાણે, કોરોનાના દરદીઓની સંખ્યા વધીને ૧૬૯ સુધી પહોંચી ગઈ છે. કોરોનાગ્રસ્ત લોકોમાંથી ૧૪ લોકો ઠીક થયા છે અને ત્રણનાં મોત નોંધાયાં છે. કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૪૫ કેસ સામે આવ્યા છે. દેશમાં ચેપ રોકવા માટે મોટાં પગલાં લેવામાં આવ્યાં છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં સ્કૂલ અને કોલેજ તેમજ થિયેટર્સ બંધ કરી દેવામાં આવ્યાં છે. મુંબઈ, પુણે અને નોઇડામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. 

કોરોના હેઠળ પ્રભાવિત દેશોની યાત્રા કરતાં ૭૦૦થી વધુ જહાજોને ૨૫ હજારથી વધુ યાત્રિકો તેમજ ચાલકદળના સભ્યોને તેના મુખ્ય બંદરો પર ઊતરવા ન દેવામાં આવ્યા નથી. ભારતમાં અત્યારસુધીમાં વિદેશોમાંથી ફસાયેલા હજારો ભારતીયોને પાછા લઈ આવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ચીનમાંથી ૭૬૬, જાપાનમાંથી ૧૨૪, ઇરાનમાંથી ૩૩૬ અને ઇટાલીથી ૨૧૮ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર સરકારે જમ્મુ જિલ્લામાં ૩૧ માર્ચ સુધી કોઈ પ્રકારના સંમેલન, રેલી, ધરણાં પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના ધાર્મિક અથવા સામાજિક સમારોહ પર પણ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યો છે. ભારતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારસુધીમાં ૧૧૪ જિલ્લાના કુલ ૧૧૨ કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ડઝનથી વધારે રાજ્યોએ પોતાનાં સિનેમા હોલ, સ્કૂલ-કોલેજ બંધ કરી દીધાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને પહોંચી વળવા માટે સાર્ક દેશો સાથે એકસાથે આવ્યા અને સાથે મળીને એકશન પ્લાન બનાવ્યો. દુનિયામાં કોરોના વાઇરસને કારણે અત્યારસુધીમાં ૬ હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે ભારતમાં ૩ લોકોનાં મોત નીપજ્યાં છે. 

કર્ણાટકના કલબુર્ગીમાં સ્વાસ્થ્યમંત્રાલયના અધિકારી એ લોકોની ઓળખ કરી રહ્યા છે જે કોરોના વાઇરસના દરદીઓના સંપર્કમાં આવ્યા હતા. સ્વાસ્થ્યમંત્રાલય લોકોને અપીલ કરી રહ્યું છે કે તેઓ પોતે સામે આવે અને તપાસ કરાવે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ કોરોના વાઇરસ પર રિવ્યુ મીટિંગ કરી હતી. તેમણે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે આ અંગે ચર્ચા કરી હતી. અત્રે  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ આંકડો સૌથી વધુ છે. અહીં ૩૭ લોકો કોરોનાગ્રસ્ત છે.

દુનિયામાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૮,૭૩૨ થઈ ગઈ છે. જોકે ૮૩,૩૧૩ લોકો ઠીક થઈ ઘરે પહોંચી ગયા છે.

ઇટાલીમાં કોરોનાને કારણે એક દિવસમાં ૪૭૫ લોકોનાં મૃત્યુ થઈ ગયા છે. જોકે રાહતની વાત એ છે કે ચીનમાં બુધવારે એક પણ નવો કેસ નથી નોંધાયો. 

ભારતમાં કોરોનાના દરદીઓની સંખ્યા ૧૬૯ સુધી પહોંચી ગઈ છે. 

ઘ્ગ્લ્ચ્એ ૧૦ અને ૧૨ની પરીક્ષા ટાળી દીધી છે. નવી તારીખોનું એલાન ૩૧ માર્ચ પછી થશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.  આમાં તેઓ સરકારી તૈયારીઓ વિશે વાત કરશે. 

કોરોના પર કેન્દ્ર સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે અને પરિવહન સાધનોમાં ભીડ ઓછી કરવાની સલાહ આપી છે. 

કોરોનાનો ફેલાવો રોકવા માટે યુપીના ગૌતમબુદ્ધ નગરમાં ૫ એપ્રિલ સુધી કલમ ૧૪૪ લગાવવામાં આવી છે. જિલ્લામાં સોશિયલ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

દિલ્હી એમ્સમાં તમામ ઓપીડી અટકાવી દેવામાં આવી છે. 

ફિલિપિન્સમાં ભણવા ગયેલા ૪૦ વિદ્યાર્થીઓ સિંગાપોરમાં ફસાઈ ગયા છે. તેમણે ભારત આવવા માટે સરકાર પાસે મદદની અપીલ કરી છે. 

વુહાનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. તેમને કોલેજના લેક્ચરર રોજ બપોરે ૧૧થી ૨ વાગ્યા સુધી અને સાંજે ૩થી ૬ વાગ્યા સુધી ઓનલાઇન લેક્ચર આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here