ભારતમાં કોરોનાના કેસો ૬૧ લાખને પાર, કુલ મોત ૯૬,૦૦૦ને પાર

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસો છેલ્લાં ૨૪ કલાકમાં ૬૪૪૭૪ વધીને ૬૧ લાખને પાર ૬૧,૩૦,૫૩૫ થયા છે જ્યારે વધુ ૭૭૮ મોત સાથે કુલ મોત ૯૬,૨૪૪ થયા છે એમ એક અહેવાલમાં મળેલાં આંકડા પરથી જાણવા મળે છે. જ્યારે રિકવરીનો આંક વધીને ૫૦,૮૮,૯૩૭ થયો છે. મુંબઈમાં વધુ ૨૦૫૫ કસો સાથે કુલ કસો બે લાખને પાર થયા છ. ૫૦,૦૦૦ કેસ તો આ મહિનાના ૨૬ દિવસોમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં સોમવારે ૮૨,૧૭૦ નવા સાથે કોવિડ-૧૯ પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૬૦ લાખની પાર કરી ગઈ છે. 

સોમવારે ૭૪,૮૯૩ લોકોએ આ જીવલેણ રોગને માત આપ્યા બાદ કુલ રકવરી ૫૦ લાખને પાર પહોંચી ગઇ છે. આ જીવલેણ વાઇરસથી મૃત્યુનો આંક ૧,૦૩૯ વધુ મૃત્યુ સાથે ૯૫,૫૪૨ પર પહોંચી ગયો. મંત્રલયના આંકડા મુજબ, કોરોનાવાઇરસ રોગ (સીઓવીડ -૧૯) ના ૯,૬૨,૬૪૦ સક્રિય કેસ છે, જે કેસલોડના ૧૫.૮૫ ટકા છે. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, રવિવારે ૭.૦૯ લાખ પરીક્ષણો સાથે અત્યાર સુધીમાં ૭.૨૦ કરોડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતની કોવિડ-૧૯ એ ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખનો આંકડો પાર કર્યો હતો, ૨૩ ઓગસ્ટના રોજ ૩૦ લાખ, ૫ સપ્ટમ્બરે ૪૦ લાખ અને ૧૫ સપ્ટમ્બરે ૫૦ લાખનો આંકડો પાર પાડ્યો હતો. દેશમાં કોવિડ-૧૯ કેસને એક લાખના આંકડા સુધી પહોંચવા માટે ૧૧૦ દિવસનો સમય લાગ્યો હતો, જ્યારે ૧૦ લાખ કેસ સુધી પહોંચવામાં ૫૯ દિવસનો સમય લાગ્યો હતો. આ કસો ૨૧ દિવસમાં ૧૦ લાખથી વધીને ૨૦ લાખ થઈ ગયા, ત્યારબાદ ૩૦ લાખ થવામાં ૧૬ દિવસ લાગ્યાં, ૪૦ લાખનો આંકડો પાર કરવામાં ૧૩ દિવસ લાગ્યા, ૫૦ લાખને પાર કરવામાં ૧૧ દિવસ અને ૬૦ દિવસને પાર કરવામાં ૧૨ દિવસનો સમય લાગ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here