ભારતને ૧૫.૫ કરોડ ડોલરના મિસાઈલ્સ, ટોરપિડો વેચવા ટ્રમ્પ પ્રશાસનની બહાલી

 

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને ૧પ.૫ કરોડ ડોલરની કિંમતના એજીએમ-૮૪એલહાર્પુન બ્લોક-૨ એર લોન્ચ્ડ મિસાઈલ્સ અને હળવા વજનના એમકે પ૪ ટોર્પિડો ભારતને વેચવા માટેની પોતાની પ્રતિબદ્ધતા બારામાં સંસદને વાકેફ કરી છે. ભારતની સરકારે કરેલી વિનંતીના પગલે અમેરિકી વિદેશ વિભાગે ૯૨ મિલીયન ડોલરના ઉકત દસ મિસાઈલ અને ૬૩ મિલીયન ડોલરની કિંમતના ૧૬ એમકે પ૪ ટોર્પિડો અને ૩ એમકે પ૪ એક્સરસાઈઝ ટોર્પિડોના વેચાણ માટે નિર્ધાર કર્યાનું પેન્ટાગોને જણાવ્યુ હતું. સૂચિત વેચાણ શત્રુની વેપન સિસ્ટમના વર્તમાન અને ભાવિ ખતરાને પહોંચી વળવાની ભારતની ક્ષમતામાં સુધારો લાવશે. ટોર્પિડો સબમરીનવિરોધી વોરફેર મિશન હાથ ધરવાની ક્ષમતા પૂરી પાડશે. હાર્પુન મિસાઈલ સિસ્ટમ એન્ટી-સરફેસ મિશનમાં સંરક્ષણ માટે પી-૮૧ વિમાનમાં બેસાડાશે. ભારત તેની ઉન્નત બનેલી ક્ષમતાનો ઉપયોગ ક્ષેત્રીય ખતરાના પ્રતિરોધ માટે અને ઘરઆંગણેના સંરક્ષણને મજબૂત બનાવવાને કરશે એમ પેન્ટાગોને જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here