ભારતની સુપ્રીમ કોર્ટનો  ઐતિહાસિક ચુકાદો : દેશમાં બે પુખ્ત વયની વ્યકિતઓ વચ્ચે સમલૈંગિક સંબંધ હવે અપરાધ નહિ ગણવામાં આવે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા ધરાવતી બંધારણીય બેન્ચે ઈન્ડિયન પીનલ કોડની કોલમ 377ની જોગવાઈ રદબાતલ કરી નાખી… સુપ્રીમ કોર્ટે અગાઉ પોતે જ આપેલા ચુકાદાને પેરવી દીધો…સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી મુક્ત કરી..બે પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે પરસ્પરની સંમતિથી બનેલા સમલૈંગિક સંબંધને ગુનો માનતી બંધારણની કલમ 377ની જોગવાઈને ખત્મ કરી દેવામાં આવી ..

0
1011

 

દેશની સર્વોચ્ચ અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠે બે વ્યક્તિની સહમતિથી બંધાતા સમલૈગિક સંબંધને ગુનો માનતી કલમને રદ કરી છે. સુપ્રીમ કોર્ટે આ કલમની જોગવાઈને મનસ્વી ગણાવીને વ્યક્તિના આત્મ- સન્માનને હાનિ નહિ પહોંચાડવાના મુદાંને મહત્વનો ગણ્યો હતો. ઉપરોકત બંધારણીય બેન્ચે કહયું હતું કે, દેશમાં દરેકને સમાનતાનો અધિકાર છે. આજના સમાજની વિચારસરણીમાં પરિવર્તનની આવશ્યકતા છે. કોઈ પણ વ્યક્તિ તેના વ્યક્તિત્વથી બચી શકે નહિ. સમાજમાં દરેકને જીવવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જાહેર થતાની સાથે જ એલજીબીટી સમુદાયમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. દેશના વિવિધ વિસ્તારોમાં રહેતા એલજીબીટી સમુદાયના લોકો આનંદવિભોર થઈને રડતા હતા. સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2013માં આપેલા પોતાના જ ચુકાદાને પલટી નાખ્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનીઅધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ આરએફ નરીમાન, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાનો સમાવેશ થતો હતો. ઉપરોકત સંવૈધાનિક ખંડપીઠે 10 જુલાઈના કેસની સુનાવણી શરૂ કરી હતી અને 17  જુલાઈના રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે એવી ટિપ્પણી કરી હતી કે, જો કોઈ કાયદો વ્યક્તિના મૌલિક અધિકારોનું હનન કરતો હોય તો કેન્દ્ર સરકાર તેને રદ કરે એ વાતની અમે રાહ જોઈ ન શકીએ. સંવૈધાનિક બેન્ચે કહયું હતું કે, તેઓ એ વાતની સ્પષ્ટતા કરવા માગે છે કે તેઓ કલમ -377ને સમૂળગી રદ કરતા નથી, પરંતુ એ કલમ અંતર્ગત, કરવામાં આવેલી જે જોગવાઈ છે, જે બે પુખ્તવયની વ્યક્તિઓ વચ્ચેના સંબંધને અપરાધ ગણાવે છે તે ખરેખર ગુનાપાત્ર ઠેરવાય કે નહિ એ મુદાની વિચારણા કરી રહયા છે.

સમલૈંગિકતાને ગુનાપાત્ર ગણવાના ચોકઠામાંથી બહાર લાવવાની તરફેણમાં દલીલ કરનારા અરજદાર વકીલ મુકુલ રોહતગીએ કહયુ હતું કે, એ કાનૂનને કારણે દેશમાં રહેતા સમલૈંગિક સમુદાયને ઘણા અપમાનના અને તકલીફોનો સામનો કરવો પડે છે. અપમાન અને હીણતાપૂર્ણ વર્તાવનો ભોગ બનવું પડે છે. સ્વમાન અને માનવીય ગૌરવ સાથે જીવવાના તેમના મૌલિક અધિકારની રક્ષા થવી જોઈએ. સેકસ્યુઅલ નૈતિકતાને ખોટી રીતે સમાજમાં પરિભાષિત કરવામાં આવે છે. અમે સમાજને દોષિત નથી માનતા, પણ સમાજે માની લીધેલા સિધ્ધાંતને સંવૈધાનિક નૈતિકતાની કસોટી પર પરખવા જરૂરી છે. સેકસ્યુઅલ રૂઝાન ( ઈચ્છા- અનિચ્છા , ગમો- અણગમો) એ અલગ બાબત છે. જે જન્મતાની સાથે જ વ્યક્તિમાં હોય છે. જેન્ડરને સેકસ્યુઅલ ઓરિયેન્ટેશનની સાથે મિક્સ ન કરી શકાય. આ બધું તો જન્મની સાથે જ વ્યક્તિ સાથે જોડાયેલું હોય છે. આ મામલો વ્યક્તિના જીન્સથી સંબંધિત છે. અ કુદરતી છે. એલજીબીટી સમુદાયના લોકો પણ સમાજના અન્ય સમુદાય જેવા જ લોકો છે. માત્ર  તેમની સેસ્સ્યુઅલ રુઝાન અલગ છે.

સમલૈંગિકતાને ગુનો જ રહેવા દેવાની દલીલ કરનારા સુરેશકુમાર કૌશલે કહયું હતું કે, જો સમલૈગિકતાને ગુનાના દાયરામાંથી રદ કરવામાં આવશે તો  તેનાથી દેશની સુરક્ષા માટે ખતરો ઊભો થશે. લશ્કના જવાનો પોતાના પરિવારથી મહિનાઓ સુધી દૂર રહેતા હોય છે, તેઓ અન્ય જવાનો સાથે સમલૈગિક સંબંધોમાં સામેલ  થાય એવી સંભાવના ઊભી થશે. દેશમાં પુરુષ વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન મળશે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહયું હતું કે, સંવૈધાનિક લોકતાંત્રિક વ્યવસ્થામાં પરિવર્તનની જરુર છે. જીવનનો અધિકાર માનવીય અધિરકાર છે. આ અધિકાર વગરના બાકીના અધિકારનું કોઈ ઔચિત્ય નથી. અમારે વિવિધતાને સ્વીકૃતિ આપવી પડશે. વ્યક્તિગત પસંદનું સન્માન કરવું  પડશે. એલજીબીટીનોે પણ બધા સમાન અધિકાર છે. રાઈટ ટુ લાઈફ – તેમનો અધિકાર છે. એ સુનિશ્ચિત કરવાનું કામ અદાલતનું છે. સહમતિથી બંધાતા સમલૈંગિક સંબંધો હાનિકારક નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here