ભારતની  અર્થ વ્યવસ્થા  એવી મોટર કાર જેવી થઈ ગઈ છે કે જેના ત્રણ ટાયર પંકચર છે…– ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદંબરમ ..

0
969
P. Chidambaram speaks during a news conference in New Delhi February 29, 2008. REUTERS/B Mathur/Files

 

REUTERS

તાજેતરમાં વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ અંગે ભાજપ સરકારની ટીકા કરતાં ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદંબરમે કહ્યું હતું કે, કોઈ મોટરકારના ચારમાંથી ત્રણ ટાયર પંકચર થયા હોય એની જેવી બદતર હાલત હાલની સરકારના વહીવટીતંત્રની થઈ છે. પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ, પ્રાઈવેટ  કન્ઝમશન, નિકાસ અને સરકારી ખર્ચ – સરકારી અર્થવ્યવસ્થાના ચાર ગ્રોથ એન્જિન છે. એ કોઈ મોટરના ચાર ટાયર જેવાં છે. જો કારના એકાદ ટાયરમાં પણ પંકચર પડેતો એની ગતિ ધીમી અને અસ્થિર બની જતી હોય છે. હાલની સરકારના તો ત્રણે ટાયર પંકચર છે, તો વહીવટની હાલત કેવી થઈ ગઈ તેની કલ્પના કરો. સરકાર કરવેરાના નામે લોકો પાસેથી પૈસા ખંખેરી રહી છે. ચિદંબરમે જીએસટીના પાંચ સ્લેબ રાખવા માટે સરકારની સખત ઝાટકણી કાઢી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here