ભાજપ દેશમાં ભય ફેલાવે છે: રાહુલ ગાંધી

REUTERS

 

મધ્ય પ્રદેશ: કોંગ્રેસની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાં પ્રવેશી છે. યાત્રા બુરહાનપુર જિલ્લાના બોંદરલી ગામથી શરૂ થઈ હતી જે સાંજે ૬ વાગ્યે બુરહાનપુર શહેરમાં પહોંચશે. યાત્રા મધ્યપ્રદેશ પહોંચતા જ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને સામાન્ય લોકોએ રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ યાત્રાના બે-ત્રણ લક્ષ્યો છે. આ યાત્રા ભારતમાં ફેલાયેલી નફરત, હિંસા અને ભયની વિરૂદ્ધ છે. ભાજપની આ રીત છે સૌ પ્રથમ ભય ફેલાવો. યુવાનો, ખેડૂતો અને સામાન્ય લોકોમાં ભય ફેલાવો, જ્યારે ભય ફેલાય જાય છે, ત્યારે તેઓ તેને હિંસામાં બદલી દે છે. હિંસા એ ભયનું જ એક રૂપ છે. અમારી યાત્રાનો ધ્યેય આ ડરને દૂર કરવાનો છે. આ ભારતમાં કોઈનાથી ડરવાની જરૂર નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here