ભાજપનો ગુજરાતમાં જયજયકાર…કોંગ્રસનો કરુણ રકાસ…

 

    ભાજપને શહેરના ભણેલા ગણેલાં લોકોની પાર્ટી માનવામાં આવે છે. ગામડાઓમાં ભાજપની ઝાઝી અસર નથી એવી એક માન્યતા છે. પરંતુ  આ વખતે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે પ્રકારે ભાજપને ઝળહળતી જીત મળી , જે રીતે કોગ્રેસ દરેક સ્તરે પરાજિત થઈ એ પરથી એવું તારણ કાઠી શકાય કે હવે ભાજપે ગામડા અને શહેરોમાં સમાન રીતે પોતાનો પ્રભાવ સ્થાપિત કરી દીધો છે. ગુજરાત એનું ઉદાહરણ છે. 1992 પછી ભાજપને સતત રામનું નામ ફળ્યુંછે. . 2002 પછી ભાજપને મોદીનું નામ ફળ્યું છે. ગોધરાકાંડ પછી ભાજપમાં મોદીયુગનો આરંભ થયો હતો. જેની શરૂઆત ગુજરાતથી થઈ અને 2014 માં તો સમગ્ર ભારતમાં મોદી યુગનો પ્રરંભ થઈ ગયો. કેન્દ્રમાં ભાજપની સરકાર વિરાજમાન થઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યક્ષમતા, નીડરતા અને પ્રમાણિકતા – ભારતની જનતાના મન- હદયને સ્પર્શી ગઈ છે, દેશની મોટાભાગની જનતા મોદી માટે સારો અભિપ્રાય ધરાવે છે. નરેન્દ્ર મોદી દેશનું સુકાન સંભાળવા માટે સક્ષમ છે, તેમના હાથમાં દેશ સલામત અને સુરક્ષિત રહેશે એવું દેશની નવી પેઢીને – યુવાન વર્ગને. પણ લાગી રહ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here