ભાજપના સહયોગી રાજકીય પક્ષ અકાલી દળે દિલ્હી ચૂંટણી લડવાની ના પાડી દીધી..તેઓ  સીએએ અંગે પોતાનો મત બદલવા માટે તૈયાર નથી…  

0
1109

 

                અકાલી દળ ભાજપનો સાથીદાર છે, પણ તેઓ નાગરિકતા સંશોધન કાનૂન – સીએએ બાબત ભાજપથી જુદો મત ધરાવે છે. અકાળી દળ સીએએ કાનૂનનો વિરોધ કરી રહ્યો છે. ભાજપ અને અકાલી દળના સંબંધો બહુ જૂના છે,  આ કાનૂનને કારણે બન્ને પક્ષમાં ગંભીર મતભેદો ઊભા થયા છે. સુખબીર બાદલને ભાજપે પોતાના મત અંગે પુન વિચાર કરવા જણાવ્યું છે. અકાળી દળ ઈચ્છે છે કે, આ કાનૂન હેઠળ દરેક ધર્મના લોકોનો સમાવેશ કરવલામાં આવે. કોઈ પણ ધર્મને તેમાંથી બાકાત ના રાખવો જોઈએ. અકાળી દળ એનઆરસીનો પણ વિરોધ કરી રહ્યો છે. આ પક્ષના નેતાઓ કહે છે કે, દેશમાં એવો કોઈ પણ કાયદો ના હોવો જોઈએ કે, લોકોએ પોતાનાી ઓળખ પુરવાર કરવાન માટે કતારોમાં ઊભા રહેવું પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here