બ્રિસ્બેનમાં ભારતનો ઐતિહાસિક વિજય, ભારતે ઓસ્ટ્રેલિયાની સામે ૨-૧થી સિરીઝ જીતી

 

બ્રિસ્બેનઃ બ્રિસ્બેનમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવી ટેસ્ટ સીરિઝ ૨-૧થી જીતી લીધી છે. બ્રિસ્બેનમાં ૩૨ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચ્યો છે. 

ભારતની આ ઐતિહાસિક જીતમાં ઋષભ પંત અને શુભમન ગિલ હીરો સાબિત થયા. ગિલે ૯૧ રનનું યોગદાન આપ્યું, જ્યારે પંતે ઝડપથી ૮૯ રન બનાવીને ભારતને બ્રિસ્બેનમાં ૩૨ વર્ષ પછી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

ચાર ટેસ્ટ મેચની સીરિઝ પર ભારતને ૨-૧થી કબ્જો જમાવવામાં સફળતા મળી છે. પંત ઉપરાંત ૫૬ રનની શાનદાર રમત ચેતેશ્વર પૂજારાએ રમી હતી. ભારતે ૩૨૮ રનનો લક્ષ્ય હાંસલ કરી ગાબામાં સૌથી વધુ રનોને સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકોર્ડ બનાવી લીધો છે. સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની આ ત્રીજી સૌથી મોટી રન ચેઝ કરતાં જીત છે. સાથે જ ઓસ્ટ્રેલિયા ૩૨ વર્ષ બાદ આ મેદાન પર ટેસ્ટ મેચ હાર્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત બીજી વાર ટેસ્ટ સીરિઝ જીતી છે. આ પહેલાં વર્ષ ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયાને ભારતે તેની ધરતી પર ટેસ્ટ સીરિઝ હરાવી હતી.  ભારત માટે આ જીત ઘણી રીતે ખાસ છે. કેમ કે, આ સીરિઝ દરમિયાન ભારતના ઘણા ખેલાડી ઇજાગ્રસ્ત હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરી તાકાત સાથે મેદાને ઉતરી હતી. સાથે જ ટીમ ઇન્ડિયાની બોલિંગમાં અનુભવની કમી હતી. માત્ર ત્રણ મેચ રમનાર મોહમ્મદ સિરાઝે બોલિંગ આક્રમણ માટે કમાન સંભાળી હતી. જ્યારે તેણે કેપ્ટનને નિરાશ ન કરતાં બીજી ઇનીંગ્સમાં પાંચ વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની ટીમને ઓલઆઉટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here