બ્રિટનને મળી શકે છે પ્રથમ હિન્દુ ભારતીય પ્રધાનમંત્રી

 

બ્રિટન: બ્રિટનને ટૂંક સમયમાં પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળી શકે છે. આ માટે ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ચર્ચામાં છે. ખરેખર બ્રિટનમાં વર્તમાન પ્રધાનમંત્રી બોરિસ જોનસનના રાજીનામાની માગ થઈ રહી છે. તેમને હટાવવાની સ્થિતિમાં આ પદ માટે નાણામંત્રી ઋષિ સુકનનું નામ સૌથી આગળ છે. સુનક ભારતીય મૂળના છે અને તેમણે ઈન્ફોસિસના સહ સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા હતા. 

બ્રિટનમાં જન્મેલા ઋષિ સુનકના પિતા નેશનલ હેલ્થ સર્વિસ (ફ્ણ્લ્) ડોક્ટર છે અને માતા ફાર્માસિસ્ટ છે. ઋષિએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડથી સ્નાતક કર્યું છે. ઋષિ યોર્કશાયરમાં રિચમન્ડમા સાંસદ છે. તેમણે ૨૦૧૫માં પ્રથમ વખત યુકેની સંસદમાં પ્રવેશ કર્યો હતો. ઋષિ બ્રેક્ઝિટના સમર્થક રહ્યા છે. ઋષિ ઈન્ફોસિસના સહ સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ પણ છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં ઋષિએ ઇતિહાસ રચ્યો, જ્યારે તેમને બ્રિટનના સૌથી મહત્ત્વપૂર્ણ કેબિનેટમાં નાણામંત્રીપદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજકારણમાં જોડાતાં પહેલાં ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સેશ અને હેજ ફંડમાં કામ કર્યું હતું.

ભારતની આઝાદી બાદથી બ્રિટન-ભારત વચ્ચેના સંબંધો આમ તો સારા જ રહ્યા છે. આવી સ્થિતિમાં જો ઋષિ સુનક કે અન્ય કોઈ ભારતીય મૂળની વ્યક્તિ બ્રિટનના વડાપ્રધાન બને તો ચોક્કસ આ સંબંધો વધુ સારા થવાની આશા રાખી શકાય છે. બ્રિટનમાં ઋષિ સુનક ઉપરાંત ભારતીય મૂળના અન્ય પણ એવા સાંસદો છે, જેઓ સરકારના મુખ્ય હોદ્દા પર સા‚ં કામ કરી રહ્યા છે. એમાં ગૃહમંત્રી પ્રીતિ પટેલનું નામ મોટું છે. તેના સિવાય આલોક શર્મા અને સુએલા બ્રેવરમેન બે ભારતીય છે, જે બ્રિટન સરકારમાં સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here