બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન બે દિવસ ભારતના પ્રવાસે

British Prime Minister Boris Johnson and his Indian counterpart Narendra Modi gesture before their meeting at the Hyderabad House in New Delhi, India, April 22, 2022. Ben Stansall/Pool via REUTERS

નવી દીલ્હીઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન બે દિવસ ભારતના પ્રવાસે આવેલ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ભારત પ્રવાસે પહોંચેલા બોરિસ જોનસને પોતાના સ્વાગતને લઇને ખુલીને વાત કરી અને પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે ભારતમાં તેમનું ગર્મજોશી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ બ્રિટીશ પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને ખાસ મિત્ર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સંબંધ એકદમ મજબૂત થયા છે. 

બોરિસ જોનસને પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે,  ગુજરાતમાં તેમનું જે પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું, તે સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવું અનુભવી રહ્યાં હતા. અમદાવાદમાં ચારેય તરફ મારા પોસ્ટર લાગેલા હતા. જેથી હું ખૂબ અભિભૂત હતો. 

બોરિસ જોનસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાસ મિત્ર ગણાવતાં ધન્યવાદ કહ્યું. મારા મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મારા ખાસ મિત્ર મને લાગે છે કે આ પડકારજનક સમયમાં ખાસ મિત્ર વધુ નજીક થઇ જાય છે. હાલના પડકારજનક સમયમાં ભારત અને બ્રિટન વધુ નજીક આવ્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રવાસે આવેલા પોતાના બ્રિટિશ સમકક્ષ બોરિસ જોનસન સાથે રક્ષા, વેપાર અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્ર પરસ્પર સહયોગને વધુ વિસ્તાર આપવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં કહ્યું કે ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસને નવી દિલ્હીમાં વાતચીત કરી. બંને નેતાઓએ ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાના રસ્તા વિશે ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસને ‘રોડમેપ ૨૦૩૦’ સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાની સમીક્ષા કરી અને આ વર્ષના અંત સુધી મુક્ત વેપાર કરાર પર વાતચીતને અંતિમ રૂપ આપવાનો નિર્ણય કર્યો. બંને નેતાઓએ એક નવા તથા વિસ્તારિત દ્વિપક્ષીય રક્ષા તથા સુરક્ષા ગઠજોડ પર સહમતિ વ્યક્ત કરી. મોદીએ ભારતને રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનમાં સામેલ થવા માટે બ્રિટનને આમંત્રિત કર્યા. પ્રધાનમંત્રી મોદી અને જોનસનને ‘રોડમેપ ૨૦૩૦’ને લાગૂ કરવાની દીશામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને વિભિન્ન ક્ષેત્રોમાં ગઠબંધનને ગાઢ બનાવવાની મહત્વાકાંક્ષી ટાર્ગેટ નક્કી કર્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here