બેન્કોની જગ્યાએ ઘર ખરીદનારને આપો પ્રાથમિકતા: સુપ્રીમ કોર્ટ

 

રાજસ્થાન: સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓના પક્ષમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો કોઈ રિયલ એસ્ટેટ કંપની બેન્કોના પૈસા ચૂકવી શકતી નથી અને ડિફોલ્ટર બની જાય છે તો પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ બેંકને નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી એવા લોકોને ખુબ જ ફાયદો થશે કે, જેમને બિલ્ડરે ઘરનો કબજો નથી આપ્યો અને બેંકમાં પણ ડિફોલ્ટર બની ગયા છે.

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, જો કોઈ રિયલ એસ્ટેટ કંપની ડિફોલ્ટર થાય અને સિકયોર્ડ લેણદાર તરીકે બેન્ક પ્રોપર્ટીનું સ્થાન લે તો બિલ્ડર કે પ્રમોટર ઈઈઈછમાં ફરિયાદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રિયલ એસ્ટેટ કંપની જ્યારે બેન્કની લોન ભરપાઈ કરી શકતી નથી ત્યારે બેન્ક પાસે તેની લોન રિકવર કરવાના ઘણા રસ્તા હોય છે, આ પ્રોજેક્ટમાં મકાન ખરીદનારા મોટાભાગના લોકો પાસે પોતાના પૈસા પાછા મેળવવાનો કોઈ રસ્તો રહેતો નથી કારણ કે, તેમને હજુ સુધી ઘરનો કબજો પણ મળ્યો હોતો નથી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આવા લોકોને ખૂબ જ સુવિધા મળશે.

સરકારે હોમબ્યુઅર્સને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં કમિટી ઓફ ક્રેડિટર્સનો હિસ્સો બનાવ્યો છે. કમિટી ઓફ ક્રેડિટર્સ ડિફોલ્ટેડ કંપનીના ભવિષ્ય અંગે નિર્ણય લે છે. જો કે લિક્વિડેશનના કિસ્સામાં હોમબ્યુઅર્સને પ્રાધાન્ય મળ્યું નથી. આ કારણે બિલ્ડરે જ્યારે ડિફોલ્ટ કર્યો ત્યારે તેણે બધું જ લૂંટી લીધું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે ઘર ખરીદનારાઓને પણ લિક્વિડેશનમાં પ્રાધાન્ય મળ્યું છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે જો કોઇ રિયલ એસ્ટેટ કંપની ડિફોલ્ટર થાય અને સિકયોર્ડ ક્રેડિટર તરીકે બેન્ક પ્રોપર્ટીનું સ્થાન લે તો બિલ્ડર કે પ્રમોટર ઇઈઇછમાં ફરિયાદ કરી શકે છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે, બેંકો આરઇઆરએ એક્ટના દાયરામાં આવતી નથી કારણકે, તે તેના પ્રમોટર્સ નથી. આવી સ્થિતિમાં જો બેન્ક લોન વસૂલ કરે તો આરઇઆરએને દરમિયાનગીરી કરવાનો કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યારે સ્થાવર મિલકત કંપની તેમની લોન પર ડિફોલ્ટ કરે છે ત્યારે ઘર ખરીદનારાઓને પ્રાધાન્ય મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સિકયોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ હેઠળ રિકવરી પ્રક્રિયામાં ટકરાવ થાય છે તો રિયલ એસ્ટેટ એક્ટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ વચ્ચે ટકરાવ થાય તો રિયલ એસ્ટેટ એક્ટને પ્રાધાન્ય આપવું જોઇએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here