બેડમિન્ટન વિશ્વમાં ભારતને સૌથી મહાન વિજય અપાવનાર ખેલાડી સાઈના નહેવાલ અને તેની મોટી બહેન ચંદ્રાંશુનો ભાજપમાં સત્તાવાર પ્રવેશ …

 

    બેડમિન્ટન જગતમાં ભારતનો સૌથી મોટી જીત અપાવનાર મહિલા ખેલાડી સાઈના નહેવાલ અને તેમની મોટી બહેન ચંદ્રાંશુ – બન્ને તાજેતરમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા. 29 વરસની સાઈના નહેવાલને તેમની બહેનની સાથે ભાજપના મુખ્ય કાર્યાલયમાં ભાજપની સદસ્યતા આપવામાં આપવામાં આવી હતી. ભાજપના મહાસસચિવ  અરુણ સિંહે જણાવ્યું હતું કે, સાઈના ભાજપમાં સામેલ થઈ એ ગર્વની વાત છે. બેડમિન્ટનની પ્રથમ ક્રમની ખેલાડી સાઈના હરિયાણામાં જન્મી છે. તેને ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ- રત્ન અને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવી છે. અત્યાર સુધીમાં સાઈનાએ કુલ 24 જેટલા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. સાઈનાએ લંડનમાં યોજાયેલા ઓલિમ્પિક રમત મહોત્સવમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સાઈના 2009ના વર્ષમાં બેડમિન્ટનની રમતમાં દુનિયાભરમાં દ્વિતીય ક્રમની તેમજ 2015માં દુનિયાની પ્રથમ નંબરની બેડમિન્ટનની ખેલાડી બની હતી.બેડમિન્ટનના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરનારી આ મહાન ખેલાડી હવે રાજકારણની રમતમાં પ્રવેશી રહી છે, આગે આગે દેખિયે હોતા હૈ કયા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here