બાળકોમાં દેખાતી વિદેશની આ બિમારીએ સુરતમાં પગપેસારો કર્યો

 

સુરતઃ શહેરીજનોએ હવે ચેતી જવાની જરૂર છે.  કોરોનાની મહામારીમાં હવે આગામી દિવસોમાં ધ્યાન રાખ્યું નથી તો કોરોના પછીના રોગો પણ શહેરમાં પોતાનું ઘર જમાવે છે અને આ ટ્રીટમેન્ટ પણ ખુબ જ ખર્ચાળ હોવાનું કહેવાય છે. મુખ્યત્વે નાના બાળકોમાં થતી એમઆઇએસ-સી એટલે કે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડોમાં નામના રોગ સુરતમાં સૌપ્રથમ દેખાયો છે. આ રોગ મુખ્યત્વે વિદેશમાં જ જોવા મળ્યો હતો પરંતુ તે રોગે હવે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં પગ મુકતા લોકોમાં ભારે ચિંતા જોવા મળી છે. સુરત શહેરના એક ૧૦ વર્ષના બાળકમાં આ રોગ દેખાતા સાત દિવસની સારવાર આપીને તેને સ્વસ્થ કરવામાં આવ્યો હતો.

સુરતના લાલદરવાજા પાસે આવેલા નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. અશોક ગોટીએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં રામપુરા-સૈયદપુરા વિસ્તારમાં રહેતા એક ૧૦ વર્ષના બાળકને શરદી, ખાંસી અને તાવ આવ્યો હતો. આ બાળકને શરૂઆતમાં સારવાર આપવામાં આવી ત્યારે કંઇક અલગ જ પ્રકારનો રોગ લાગ્યો હતો. આ માટે સુરતના ચિલ્ડ્રન સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોનો સંપર્ક કરાયો હતો પરંતુ આ રોગ નવો જ આવ્યો હતો. આ અંગે મુંબઇના ડોક્ટરોનો સંપર્ક કરાયો ત્યારે રોગની વધુ માહિતી મળી હતી. આ રોગ કોરોના પછી થતો રોગ છે જેને મલ્ટી સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડોમ કહેવામાં આવે છે. આ રોગ ખાસ કરીને પાંચથી લઇને ૨૦ વર્ષના બાળકો સુધીમાં જ થાય છે. આ રોગમાં આ બીમારીના લક્ષણોમાં હૃદયના ધબકારા વધવા, ઝાડા ઉલટી, પેટમાં દુઃખવુ, શરીર પર લાલ ચકામા પડવા, આંખો લાલ થવી, હાથ પગની ચામડી ઉખડવી આ પ્રકારના લક્ષણો દેખાય તો એમઆઇએસ-સી રોગ હોવાનું પ્રાથમિક તારણમાં દેખાય છે.

આવા રોગ અત્યાર સુધીમાં અમેરીકા, લંડન જેવા દેશોમાં જ જોવા મળ્યા હતા. જ્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાત અને સુરતમાં આ રોગ પ્રથમવાર દેખાયો છે. આ રોગ માટે છ દિવસની સારવારની જરૂર પડે છે. બાળકના રોગનું નિદાન થતાની સાથે જ બીજા તબીબો ડો. નિકુંજ પડસાળા અને ડો. રમેશ દિયોરાની તેમજ તેમની ટીમ સાથે રહીને રોગનું નિદાન કરાયું હતું અને હાલમાં આ બાળકને સંપૂર્ણ સ્વસ્થ કરીને રજા આપવામાં આવી છે. જે બાળકોના આ રોગ થાય છે તેને આઇસીયુમાં રાખવામાં આવે છે. શહેરમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here