બાળકને મા સાચવે તેમ વડોદરાઍ મને સાચવ્યો છેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

 

વડોદરાઃ પાવાગઢ મંદિરમાં માતા મહાકાળીના મંદિરમાં ધજા ફરકાવ્યા બાદ પ્રધાનમંત્રી મોદી વડોદરા પહોંચ્યા હતા. તેમણે રિમોટથી બટન દબાવીને ૨૧ હજાર કરોડના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને ભેટ આપી હતી. સાથે સાથે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજનાનો સ્ટેજ પરથી પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીના આગમનને લઇને વડોદરાના લોકોમાં અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો. 

ઉપસ્થિત જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીઍ જણાવ્યું હતું કે, હવે વડોદરામાં તમારા ઘરે ઍક દિવસ મહેમાનને ક્યાંક લઈ જવા હોય તો નવા બનેલા પાવાગઢમાં લઈ જાઓ. ત્રણ-ચાર દિવસ લઈ જવુ હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ. વડોદરાની તો પાંચેય આંગળીઓ ઘીમાં છે. વડોદરાને સ્માર્ટ બનાવવા ૧૦૦૦ કરોડ રૂપિયા અને ૨૫ પ્રોજેક્ટ સ્વીકૃત કરાયા છે. વડોદરાને સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને રેલવે યુનિવર્સિટી પણ મળી છે. વડોદરા દેશનું સૌથી જૂનું કોસ્મોપોલિટીન શહેર છે. વડોદરાના ગરબા હોય ત્યારે આખો દેશ જુઍ. દેશના દરેક ખૂણાના લોકો અહી રહે છે, ભણે છે. વડોદરા સર્વિસ સેક્ટરનું ઍક હબ પણ બન્યું છે. અહીં બોમ્બાર્ડિયર કંપનીની મેટ્રો દુનિયામાં જઈ રહી છે. ગુજરાતે પોષણ પર હંમેશા ધ્યાન આપ્યુ છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન. પોષણ સુધા યોજનાનો વિસ્તાર તમામ આદિવાસી જિલ્લા તાલુકામાં વધારી છે. આ દીકરાને કારણે ગુજરાતની બહેનો ૩૦૦૦ કરોડની સંપતિની માલિક બની છે.  

સવાસો કરોડથી વધુ માતા બહેનોની સેવા થશે. આ સેવા પરમોધરમની વાત છે. માતૃત્વના પહેલા ૧૦૦૦ દિવસ બાળકના જીવનને પણ નક્કી કરે છે. કુપોષણ અને અનીમિયાનુ સંકટ વધુ હોય છે. બે દાયકા પહેલા ગુજરાતે મને સેવાની તક આપી, ત્યારે કુપોષણ મોટી ચેલેન્જ હતી. ત્યારથી અમે ઍક બાદ ઍક દિશામાં કામ કરવાનુ શરૂ કર્યું. જેના પરિણામ આજે જોવા મળે છે. આજે માતૃશક્તિ યોજનાનો શુભારંભ થયો છે. બહુ સમજી વિચારીને બહેનો માટે પેકેજ બનાવાયુ છે. 

વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે. કારણ કે આ સંસ્કારની નગરી છે. આ શહેર આવનારા તમામ લોકોને સંભાળે છે, અને સુખદુઃખમાં સાથ આપ્યો છે. આ શહેરે ક્યાંરેક મને પણ સાચવ્યો હતો અને મારૂં લાલનપાલન કર્યુ હતું. આ નગર પ્રેરણાનું નગર છે. જેમાં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે, બાબા સાહેબ આંબેડકર જેવા લોકોને પ્રેરિત કર્યાં છે. બેલૂર મઠના અધ્યક્ષ અને મારી કિશોર અવસ્થામાં મારા જીવનને ઘડપણની ભૂમિકા ભજવી તેવા સ્વામી આત્માનંદની ઉપસ્થિતિમાં મને વડોદરામાં દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને સોંપવાનો મોંકો મળ્યો હતો. 

આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. આજે સવારે જન્મદાત્રી માતાના આર્શીવાદ લીધા, તેના બાદ જગતજનની મહાકાળીના આશીર્વાદ લીધા. અને હવે સભામાં માતૃશક્તિના વિરાટ રૂપનુ દર્શન કર્યુ. આજે મને પાવાગઢમાં મહાકાળીના ભક્તો માટે અનેક આધુનિક સુવિધાઓ અર્પત કરવાનો અવસર મળ્યો. મેં દેશવાસીઓના સુખ, શાંતિ, સમૃદ્ધિની કામના કરી. મને ખુશી છે કે, સંસ્કાર નગરી વડોદરાથી આજે ૨૧૦૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું. જે ગુજરાતના વિકાસથી ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને બળ આપશે. આજે લાખોની સંખ્યામાં માતા-બહેનો મને આશીર્વાદ આપવા આવી. આજે જીપમાં સવાર થઈને અહી સુધી આવ્યો તો મહિલા શક્તિના દર્શન થયા. 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઅો, કાર્યકરો અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્નાં હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here