બાબા રામદેવનું એલોપથી અંગે વિવાદાસ્પદ નિવેદન અને વિડિયો વાયરલ થતાં જાગેલી ચકચાર …

 

 બાબા રામદેવજી અનેકવાર ચર્ચાસ્પદ નિવેદનો કરીને વિવાદ ઊભો કરતા રહે છે. તાજેતરમાં યોગગુરુ બાબા રામદેવે એલોપથી અંગે કરેલા નિવેદનથી ભારતના તબીબો ખૂબ નારાજ થયા છે. બાબા રામદેવે એ પ્રકારનું વિધાન કર્યું હતું કે, એલોપથીની દવા ખાવાને કારણે લાખો લોકોના મોત થયાં છે. તેમણે એલોપથીને મૂર્ખ અને નિમ્ન પ્રકારનું વિજ્ઞાન ગણાવ્યું હતું. તેમણે કરેલા આ પ્રકારના વાંધાજનક નિવેદનથી કેન્દ્રીયપ્રધાન પણ નારાજ થયા હતા. તેમણે રામદેવજીના આવા બેજવાબદારીભર્યા  નિવેદન બાબત સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને કારણે બાબા રામદેવે તેમનુ  ઉપરોકત વિધાન પાછું ખેંચી લીધું હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ( ઉત્તરાખંડ) હવે આ મામલે કાર્યવાહી કરી રહ્યું છે. તેમણે બાબા રામદેવને 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. નોટિસમાં બાબા રામદેવને તેમના નિવેદન અને વિડિયો માટે લેખિત માફી માગવાનું કહેવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છેકે, જો ઍ 5 દિવસમાં તે અંગે માફી નહિ માગે તો તેમની પાસેથી રૂપિયા એક હજાર કરોડની માગણી કરવામાં આવશે. બાબા રામદેવે એલોપેથિક દવાની પધ્ધતિ પર પણ સવાલ ઊઠાવ્યા હતા. પતંજલિના લેટરપેડ પર લખલામાં આવેલા પત્રમાં રામદેવે પચીસેક જેટલા સવાલો કર્યા હતા. તેમણે હીપેટાઈટિસ, લિવર સોરાઈસિસ, થાઈરોઈડ, બાયપાસ, માઈગ્રેન, તણાવ, અનિદ્રા,વગેરે વ્યાધિ માટેની કાયમી સારવાર પધ્ધતિ્ અંગે પ્રશ્નો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here