બાંગ્લાદેશને હરાવી ભારેતે શ્રેણી ૨-૦થી જીતીઃ ચોથી વખત કયુ* ક્લિન સ્વિપ

 

મીરપુરઃ ટીમ ઇન્ડિયાઍ મીરપુર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી બાંગ્લાદેશ પાસેથી જીતની બાજી આંચકી લીધી હતી. ભારતે બાંગ્લાદેશને ૩ વિકેટથી હરાવ્યું હતું અને આ જીત સાથે બે મેચની સીરિઝ ૨-૦થી પોતાના નામે કરી લીધી. ચોથી વખતક બાંગ્લાદેશને પોતાના ઘરમાં ક્લિન સ્વિપ કર્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ભારત હવે ૫૮.૯૩ પોઇન્ટ સાથે બીજા ક્રમે પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા ૭૬.૯૨ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે.

ચોથા દિવસે મેચ અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ હતી. ઍકસમયે સ્પષ્ટ દેખાઇ રહ્નાં હતું કે બાંગ્લાદેશ મેચ જીતી લેશે. પરંતુ શ્રેયસ ઐય્યર અને આર. અશ્વિને અણનમ ૭૧ રનની ભાગીદારીઍ હારની બાજી જીતમાં ફેરવી દીધી અને ભારતે મેચ ૭ વિકેટ ગુમાવીને જીતી લીધી. અય્યરે અણનમ ૨૯ અને અશ્વિને ૪૨ રન બનાવ્યા હતાં. આ પહેલા ત્રીજા દિવસે અણનમ પરત ફરેલો અક્ષર પટેલ ૩૪ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જયદેવ ઉનડકટે ૧૩ રન બનાવ્યા હતાં. આ બંને સિવાય રિષભ પંતે ૯ રન કર્યા હતાં. બાંગ્લાદેશ તરફથી હસન મિરાજે પાંચ વિકેટ લીધી હતી. કેપ્ટન શાકિબ અલ હસનને બે વિકેટ મળી હતી.

ટીમ ઇન્ડિયાને ૪૫ રનના સ્કોર પર પોતાની ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા દિવસે રમત શરૂ થઇ ત્યારે ટીમ પાસે ૬ વિકેટ હતી અને ૧૦૦ રનની જરૂર હતી. પરંતુ અહીં ભારતીય પારી ડગમગી ગઇ હતી અને ૭૪ રનના સ્કોર પર જ ૭ વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશે બીજા દાવમાં ૨૩૧ રન બનાવ્યા હતાં અને ભારતને જીતવા માટે ૧૪૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં ૩૧૪ અને બાંગ્લાદેશે ૨૨૭ રન બનાવ્યા હતાં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં અશ્વિન અને અય્યરે ૮મી વિકેટ માટે ૭૧ રનની ભાગીદારી કરી હતી. ભારત માટે તે ઍટલા માટે મહત્વપૂર્ણ છે કે કોઇપણ ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં ૯૦ વર્ષ પછી કોઇ જોડીઍ ૭૦થી વધુ રનની ભાગીદારી કરી છે. આ પહેલા ૧૯૩૨માં ભારતે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી ત્યારે ભારત તરફથી ચોથી ઇનિંગમાં લાલસિંહ અને અમરસિંહની જોડીઍ આઠમી વિકેટ માટે ૭૪ રન બનાવ્યા હતાં. જોકે આ ટેસ્ટ મેચમાં ભારતનો ૧૫૮ રને પરાજય થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here