બજેટ નો નેગેટિવ નો પોઝિટિવ 

 

શેરબજારમાં ફુલગુલાબી તેજી

સ્વાસ્થ્ય માટે ૧૩૭ ટકાના વધારા સાથે રૂ. ૨.૨૩ લાખ કરોડની ફાળવણી

દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમને ‘આત્મનિર્ભર ભારત’ના છ સ્થંભોમાં પહેલું સ્વાસ્થ્ય ક્ષેત્રને આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની કટોકટી ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રને સૌથી વધુ અગ્રતા આપી છે. ભારત કોરોના મહામારીમાં સપડાયું ત્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તેની ખામીઓ ઊજાગર થઈ ગઈ આ ખામીઓને દૂર કરવા માટે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વધુ ખર્ચ પર વિશેષ ભાર મૂક્યો છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબૂત બનાવવા સરકારે બજેટમાં રૂ. ૨,૨૩,૮૪૬ કરોડની ફાળવણી કરી છે, જેમાં કોરોના રસી માટે રૂ. ૩૫,૦૦૦ કરોડની ફાળવણીનો પણ સમાવેશ થાય છે. સરકારે આ બજેટમાં અગાઉના વર્ષની સરખામણીમાં ૧૩૭ ટકા વધુ ફાળવણી કરી છે.

આ બજેટમાં ટેક્સમાં કોઇ જ ફેરફાર ન કરતાં વેરાના ભારણ વિનાના બજેટને શેરબજારે આવકારતા ફુલગુલાબી તેજીનો માહોલ ઊદભવવા સાથે બીએસઇ સેન્સેક્સમાં ૨૩૧૫ પોઈન્ટનો પ્રચંડ ઊછાળો નોંધાયો હતો. નિફ્ટીમાં પણ ૬૪૬ પોઈન્ટનો ઊછાળો નોંધાતા પુનઃ ૧૪૦૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી. નાણાંમંત્રી દ્વારા મોટાભાગની ઈન્ડસ્ટ્રીઝ માટે રાહતોની જાહેરાત કરી હતી તો બીજી તરફ બેંકિગ ક્ષેત્ર માટે પણ નવું ભંડોળ સહિતની જોગવાઈઓ રજૂ કરી હતી. વીમા ક્ષેત્રે એફડીઆઈની મર્યાદા વધારાઈ હતી. આ ઉપરાંત વિવિધ નાણાંકીય ક્ષેત્રને લગતા સુધારા દાખલ કરવામાં આવતા બજારમાં તેજીનો માહોલ ઊદભવ્યો હતો.

સરકાર તેની તિજોરીની ખાદ ઘટાડવા કે જાહેર કરેલી જુદા જુદા સેક્ટરોની આર્થિક જોગવાઈઓની ફાળવણી માટે હાજેર સાહસો વેચવા મજબૂર બન્યું છે. કૃષિ, બેંકિગ, વીમા, પરિવહન, જાહેર ઉદ્યોગો જેવી નાગરિકોને સીધી સ્પર્શતી સેવાઓ ક્રમશઃ વેચીને સરકાર મોટે પાયે ખાનગીકરણમાં આગળ ધપી ચૂક્યું છે. હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણો ભાર મૂકાયો છે તે આવકાર્ય છે. પણ આખરે તે અબજો રૂપિયાના પ્રોજેક્ટ ખાનગી કંપનીઓના હિસ્સામાં જ જશે. જાહેર સાહસોનું નિર્માણ જ આવા હેતુ માટે થતું હતું. રોડ, બ્રીજ, હાઈવે, રેલ, એર, જાયન્ટ ઈમારતો, સંકુલો કે સેન્ટ્રલ વિસ્ટા બધું જ કોર્પોરેટ જગતને હસ્તક થતું જાય છે. એલ એન્ડ ટી અને અન્ય ખાનગી ઈન્ફ્રા કંપનીઓમાં તેજી આવશે.

મધ્યમવર્ગને સીધા ટેક્ષમાં કોઇ રાહત નથી મળી તેવી જ રીતે એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં રૂ. ૧.૫૦ લાખ વ્યાજમાં જે રાહત મળી છે જે પ્રતિકાત્મક જ કહી શકાય. આત્મનિર્ભર સ્વપ્ન અને નિકાસને પ્રોત્સાહન અપાય તે ખોટું નથી પણ ખુબ જ જરૂરી અને ટેકનોલોજી, ડિજીટલ અને વૈકલ્પિક ઉર્જાના યુગમાં આ ક્ષેત્રમાં આયાત વેરો વધારાયો છે તેનાથી આ સેક્ટર ઉદાસ થયો છે. મોટા ભાગના સ્ટાર્ટઅપ માટે ઉપકરણો વિદેશથી આયાત થતા હોય છે.

નાણાંમંત્રીએ જાહેર બેંરિગ ક્ષેત્રને એવી જાહેરાતથી અટકળ કરતા કહી દીધું છે કે બે બેંકોનું ખાનગીકરણ થશે. અલબત્ત આંતરિક વર્તુળ પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કે પંજાબ નેશનલ બેંક જેવી મોટી બેંકો તો આમાં નહિ જ હોય પણ મધ્યમ કે નાની જાહેર બેંકો ખાનગી કંપનીઓને વેચાઈ જશે.

ભારતીય નાગરિકોને થોડી ચિંતા થાય તેનું કારણ એ છે કે જાહેર સાહસમાં જેટલો હિસ્સો અને વહીવટ હસ્તક વધુ હોય તેટલી તેઓની બચત અને સુરક્ષાની સલામતી તેઓ વધુ અનુભવતા હોય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં રહેલી વિશ્વસનિયતા આનુ ઉત્તમ ઉદાહરણ છે. એલઆઈસીમાં ખાનગી માલિકી અને તેઓ દ્વારા સુરક્ષાની ખાતરી માટે મ્યુચલ ફંડ જેવી ઉચક-નીચકની રમત જેવી સ્થિતિ ન થાય તે જોવાનું રહેશે. જાહેર બેંકો, એલઆઈસી ઉપરાંત જનરલ ઈન્સ્યોરન્સ જેવી જાહેર કંપનીઓમાંથી પણ ઉપરાંત હિસ્સો ખાનગી કંપનીને વેચી શકાય તેમ છે. હેલ નેશનલસ, ન્યુ, યુનાઈટેજ અને ઓરિએન્ટ તે ચાર જાહેર હિસ્સો ધરાવતી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ છે.

નાણાંમંત્રીએ બજેટમાં કોચ્ચિ, ચેન્નાઈ, બેંગલુરૂ, નાગપુર અને નાસિક મેટ્રો લાઈનમાં ઘણી જાહેરાતો કરવામાં આવી. ખાસ કરીને હવે મેટ્રો બનાવવામાં લાઈટ અને નિયો નામની બે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કોચ્ચિ મેટ્રો ફેર-બેમાં ૨૨ કિલોમિટર લાંબી લાઈન બનશે. ચેન્નાઈ મેટ્રો અંતર્ગત ૧૦૦ કિલોમિટર લાંબી લાઈન બનાવાશે. જ્યારે બેગલુરૂ મેટ્રો પ્રેજ્કટનું પણ વિસ્તરણ કરવામાં આવશે. નાગપુર અને નાસિક મેટ્રો પ્રોજેક્ટને પણ કેન્દ્ર સરકારની મદદ આપવામાં આવશે. શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૭૦૨ કિલોમિટર લાંબી મેટ્રો લાઈન અત્યાર સુધી બનાવી દેવામાં આવી છે. ૧૦૧૬ કિલોમિટર મેટ્રોલાઈન પર કામ ચાલી રહ્યું છે. આ કામ ૨૭ શહેરોમાં થઇ રહ્યું છે.

આ બજેટમાં જૂની કારને સ્ક્રોપ કરવાની જાહેરાત કરી છે, એનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે, ઓઇલ આયાત બિલમાં પણ ઘટાડો થશે. ઓટોમેટેડ ફિટનેશ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી માલિકીની કારને ૨૦ વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે. જો કે કાર સ્ક્રેપ મોકલવી કે નહિ તે નિર્ણય કારના માલિક કરી શકે છે એટલે ખાનગી કાર માલિકોને પોતાની જૂની સ્ક્રેપેજ કરાવવી કે નહિ તેનો નિર્ણય ફરજિયાત નથી.

બજેટ તે રીતે નિરાશાજનક છે કે સરકારની તિજોરીના સ્ત્રોતો જાહેર સાહસો વેચીને સરભર કરાયા છે. એકંદરે એવું કહી શકાય કે હેલ્થ સેક્ટર ૧૩૭ ટકા આઉટલેટ તો વધારા (રૂ. ૧,૨૩,૮૪૬ કરોડ) સાથે વિનર રહ્યું છે. તેવી જ રીતે પાંચ લાખ કરોડ ત્રણ વર્ષમાં ઈન્ફરાક્ટ્રક્ચર સેક્ટરમાં મુકેશ. ડેવલપમેન્ટ ફાઈનાન્સ ઈનિ્સ્ટટ્યુટ રૂ. ૨૦,૦૦૦ કરોડના બજેટ સાથે બનશે. નિકાસકારો, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર તેમજ બોન્ડ ક્ષેત્રે નિરાશા વ્યાપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here