બજેટની ખાસ ખાસ વાતો…

 

 મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાવવાની જાહેરાત કરી. પેટ્રોલ પર ૨.૫ રૂપિયા અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લાગુ કરાયો છે. જો કે સરકારે જાહેરાત કરી છ કેે આ સેસનો બોજો ગ્રાહકો પર નહિ પડે. કહેવામાં આવી રહ્યું છે કે આ સેસ કંપનીઓને આપવો પડશે.

 વાયુ પ્રદૂષણ ઘટાડવા ૨૦૦૦ કરોડનું પેકેજ જાહેર.

  ટેક્સ ભરતા કરદાતાને આ વખતના બજેટમાં કોઇ રાહત મળી નથી. ટેક્સમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવામાં મિડલ ક્લાસને જે બજેટ પહેલા આશાઓ હતી તેના પર પાણી ફરી વળ્યું છે.

 પેન્શનથી થતી આવક ઉપર હવે ટેક્સ નહિ આપવો પડે.

 સેલેરી ધારકો માટે આ બજેટમાં કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

 ઓટો પાર્ટસ ઉપર ડ્યુંટી વધારીને ૧૫ ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 મોબાઈલ ઉપકરણ ઉપર કસ્ટમ ડ્યુટીને વધારવામાં આવી છે.

 કોપર અને સ્ટીલમાં ડ્યુટી ઘટાડવામાં આવી છે.

 સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે.

 એક ઓક્ટોબરથી દેશમાં નવી કસ્ટમ લાગુ થશે.

 સ્ટાર્ટને અપાતી છૂટમાં વધારો કરવામાં આવ્યો છે, તેની સમયમર્યાદા ૩૧, ૨૦૨૨ સુધી કરવામાં આવી છે.

 ઈન્ફ્રાસ્ટક્ચરમાં વિદેશી રોકાણ માટે ૧૦૦ ટકા છૂટ હતી, પરંતુ તેમાં ફરિયાદો આવતા તેને દૂર કરવામાં આવશે. નોટિફાઈડ ઈન્ફ્રા ડેટ ફંડ બનશે, જે જીરો કૂપન બોન્ડ જાહેર કરશે.

 બધા લોકોને સસ્તા દરે ઘર આપવાનો સરકારનો ટાર્ગેટ ૧.૫ લાખ સુધીની રકમ પર વ્યાજ છુટની સ્કીમ એક વર્ષ વધારવામાં આવી છે.

  ટેક્સ ઓડિટ લિમિટ પાંચ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો.

 નિવેશકોને આકર્ષિત કરવા માટે કોર્પોરેશન ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો, ડિવિડન્ટ ટેક્સ હટાવવામાં આવ્યો છે.

 ડિજિટલ ઈન્ડિયા માટે ૩૭૦૦ કરોડની ફાળવણી.

 ૧૦૦૦ કરોડ આસામ અએ પશ્ચિમ બંગાળનાં ટી વર્કરો માટે આપવામાં આવશે.

 ૭૫ વર્ષથી વધુ વર્ષના સિનિટર સિટિઝનને ટેક્સમાંથી મુક્તિ મળશે.

 ૭૫ એકલવ્ય શાળા આદિવાસી વિસ્તારમાં ખોલવામાં આવશે.

 લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે.

 ભારતમાં આવનારી વસ્તી ગણતરી ડિજિટલ રીતે થશે.

 સ્વામિત્વ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

 એગ્રીકચ્લરના ક્રેડિટ ટાર્ગેટને ૧૬ લાખ કરોડ સુધી કરવામાં આવશે.

 ઓપરેશન ગ્રીન સ્કીમની જાહેરાત.

 તમીલનાડુ ફિશ લેડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે.

 માઈગ્રેટ વર્કરો માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવશે.

 મહિલાઓને બધી શિફ્ટમાં કામ કરવાની છૂટ આપવામાં આવશે.

 નાઈટ શિફ્ટ માટે સુરક્ષા આપવામાં આવશે.

 એમએસએમઈ સેક્ટર માટે મોટી જાહેરાત કરવામાં આવી.

 મિશન પોષણ ૨.૦ લોન્ચ કરાશે.

 સ્વાસ્થ્ય માટે ૨,૨૩,૮૪૯ કરોડની ફાળવણી.

 સ્વાસ્થ્ય માટે ૧૩૭ ટકાનો વધારો.

 સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.

 અમૃત યોજના માટે ૨,૮૭,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

 કોરોના વેક્સિન માટે ૩૫ હજાર કરોડની જાહેરાત.

 આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાસે.

 આત્મનિર્ભર ભારત હેટળ ખેડૂતોની આવક ડબલ થશે.

 હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે.

 સાત ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

 તામિલનાડૂ નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે ૧.૦૩ લાખ કરોડ ફાળવ્યા, જેમાં ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે.

 કેરળમાં પણ ૬૫ હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે.

 મુંબઇ-કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત.

 પશ્ચિચમ બંગાળમાં કોલકત્તા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત.

 રેલવેને એક લાખ ૧૦ હજાર ૫૫ કરોડની ફાળવણી.

 રેલવેમાં વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે.

 રાષ્ટ્રીય રેસ યોજના ૨૦૩૦ તૈયાર.

 ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકલ્પ મળશે.

 ૧૮ હજાર કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગું કરાશે.

 ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા.

 વીજળી ક્ષેત્રમાં ત્રણ લાખ કરોડની સ્કિમની જાહેરાત.

 હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત.

 ઉર્જા ક્ષેત્રમાં પીપીપી મોડેલ હેઠળ પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે.

 જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના.

 ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે.

 રોકાણ કારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે.

 સેન્સેકક્સસમાં ૨૩૧૫ અંકનો ઉછાળો.

 એર ઈન્ડિયા સરકાર વેંચશે.

 આ વર્ષે એલઆઈસીનો આઈપીઓ આવશે.

 યુપીએ કરતા મોદી સરકારે ત્રણ ઘણી વધુ રકમ ખેડૂતોના ખાતામાં નાખી.

 મોદી સરકાર દરેક ક્ષેત્રમાં ખેડૂતોને મદદ કરી રહી છે.

 દાળ, ઘઉં સહિતના પાકોની એમએસપી વધારી છે.

 સિંચાઈ માટે પાંચ હજાર કરોડની જાહેરાત.

 ખેડૂતો માટે કૃષિ ઈન્ફરાસ્ટક્ચર ફંડની જાહેરાત.

 મત્સ્યઉદ્યોગ માટે પાચ નવા બંદરો વિકસાવાશે.

 ઉચ્ચ શિક્ષણ માટે કમિશન બનાવવામાં આવશે.

 ૧૦૦ નવી સૈનિક સ્કૂલો ખોલવામાં આવશે.

૦૦૦

મોંઘુ થશે? 

 મોબાઈલ ફોન  ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ  ઓટો પાર્ટ્સ  ચાર્જર  આયાતી વસ્ત્રો  એલઈડી બલ્બ  ફ્રીજ  એસી  કોટન  સિલ્ક  પ્લાસ્ટિક  લેધર  સોલાર પ્રોડક્ટ  ક્રૂડ  પામ તેલ  બુટ  હોમ એપ્લાયન્સીસ  સફરજન  સ્ટીલના સ્ક્રૂ  રો સિલ્ક  કાબુલી ચણા.

સસ્તું થશે?

 સોનું  ચાંદી  નાયલોલના કપડાં  લોખંડ  સ્ટીલ  તાંબાની ચીજો  પ્લેટિનમ  નેપ્થા  ટનલ બોરિંગ મશીન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here