ફેસબુકે રિલાયન્સ જીઓમાં ૯.૯ ટકા હિસ્સેદારી ખરીદી: રિલાયન્સ અને ફેસબુકને થશે ફાયદો

 

મુંબઈ: દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને દેશ અને દુનિયાનું અર્થતંત્ર ખતરામાં છે, ત્યારે ફેશબુક મુકેશ અંબાણીની જિયોમાં ૪૩,૫૭૪ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ પછી જિયોમાં ફેસબુકનો હિસ્સો ૯.૯૯ ટકા થઈ જશે. ભારતીય ટેક્નોલોજી સેક્ટરમાં આ સૌથી મોટું વિદેશી રોકાણ છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ પછી જિયોનું વેલ્યુએશન ૪.૬૨ લાખ કરોડ થઈ જશે. માર્ક ઝકરબર્ગે ડિજિટલ મીડિયામાં પોતાની કંપનીના વિસ્તાર માટે આ પગલું ઉઠાવ્યું છે. ફેશબુક તરફથી તેની જાહેરાત કરવામાં આવી હતી.

ફેસબુક સાથેની પાર્ટનરશીપ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, લાંબા ગાળાના પાર્ટનર બનતાં હું ફેસબુકનું હૃદયપૂર્વક સ્વાગત કરૂં છું. આ ડિલથી ભારતને દુનિયાની ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર થવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે, થ્જ્ઞ્ંર્પ્ીશ્ર્વદ્દ અને ર્ષ્ત્ર્ીર્દ્દીષ્ટષ્ટ મળીને ૩ કરોડ કરિયાણાના દુકાનદારોને વધુ સમર્થ બનાવશે. વીડિયોના માધ્યમથી નિવેદન આપતાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, હું આશા રાખું છું કે આપ સૌ સુરક્ષિત હશો. હું તમારી સાથે એક ઉત્સાહપ્રેરક સમાચાર આપને શેર કરી રહ્યો છું. આપણો રિલાયન્સ અને જીઓનો પરિવાર ફેશબુકનું ઉમળકાભેર સ્વાગત કરી રહ્યો છે જેઓ આપણા લાંબા ગાળાના પાર્ટનર તરીકે ઉભર્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને જણાવ્યું કે, થ્જ્ઞ્ં અને ર્જ્ીણૂફૂણુંંત્ત્ મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે લક્ષ્ય પૂરા કરવાના પ્રયાસ કરશે. ભારતમાં અંદાજે ૧૦૦ કરોડ મોબાઈલ યુઝર્સ છે. ફેસબુક માટે પણ ભારત સૌથી મોટું વેપાર કેન્દ્ર છે. ફેસબુકની સબસિડીયર વોટ્સએપના પણ ભારતમાં ૪૦ કરોડ યુઝર્સ છે. રિલાયન્સ જિયોના દેશમાં ૩૮.૮ કરોડ યુઝર્સ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલાયન્સે તેમની દરેક ડિજીટલ ઈનીશિએટિવ અને એપ્સને સિંગલ એન્ટિટિ અંતર્ગત લાવવા માટે નવી સબસિડીયર બનાવવાની જાહેરાત કરી હતી. આ નવી કંપનીમાં રિલાયન્સે ૧.૦૮ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જિયો એપ્સ જેવી કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ વગેરેને આ નવી કંપની અંતર્ગત લાવવામાં આવ્યા છે. તે ઉપરાંત સંભવિત રોકાણકારો માટે સ્ટ્રક્ચર પણ સિમ્પલ બનાવાવમાં આવ્યું છે. ગ્રાહકોની દ્રષ્ટીએ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. ટ્રાઈના નવા આંકડા પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯ સુધી રિલાયન્સ જિયો પાસે ૩૭ કરોડ ગ્રાહક હતા. જ્યારે ૩૩.૨ કરોડ ગ્રાહકો સાથે ડિસેમ્બર મહિનામાં વોડાફોન-આઈડિયા બીજા નંબરની ટેલિકોમ કંપની હતી. ડિસેમ્બર ૨૦૧૯માં ૩૨.૭૨ કરોડ ગ્રાહકો સાથે ભારતી એરટેલ ત્રીજા નંબરની સૌથી મોટી કંપની હતી. ટ્રાઈના નિયમ પ્રમાણે આ મહિનામાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ પાસે ૧૧.૮ કરોડ અને એમટીએનએલ પાસે ૩૩.૭૬ લાખ ગ્રાહકો હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here