ફાઇઝર-મોર્ડના સહિત વિદેશી વેક્સિનનો ભારત આવવાનો માર્ગ સરળ થયો

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણની ગતિ વધારવા માટે અમેરિકન કંપની ફાઇઝર અને મોડર્નાને સરકારે મોટી છૂટ આપવાની સંમતિ આપી છે. આ સાથે આ બંને રસીઓને ભારત આવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. અમેરિકન કંપની ફાઇઝર અને સરકાર વચ્ચે કોરોના રસીના ઉપયોગથી સંબંધિત કાયદાકીય ગૂંચવળનું નિરાકરણ આવતું દેખાઈ રહ્યું છે. સરકારે આ બાબતે સંમતિ આપી છે કે કંપનીને આડઅસર માટે કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. આપને જણાવી દઈએ કે હાલ ભારતમાં સીરમ ઈનિ્સ્ટટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને ડોક્ટર રેડ્ડીઝ લેબમાં તૈયાર થઈ રહેલી સ્પૂતનિક-V ઉપયોગ થઈ રહ્યો છે. 

આરોગ્ય મંત્રાલયને લગતા સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય દેશોએ પણ આ કામ કર્યું છે. અમેરિકન કંપનીની આ માગને કારણે રસીને મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો હતો. ભારતમાં કોઈ પણ રસી મંજુર થાય તે પહેલાં ફાઈઝરની સ્થાનિક પરીક્ષણના મામલે સરકાર સાથે વાતચીત ચાલી રહી હતી. આમાં કંપનીને છૂટ પણ મળી છે. અગાઉ ફાઈઝરે ટ્રાયલની શરત બાદ ઇમરજન્સી ઉપયોગ બાબતની અરજી પાછી ખેંચી લીધી હતી.

આથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ડબલ્યૂએચઓ (WHO) અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસીને ભારતમાં હવે બ્રિજિંગ ટ્રાયલના તબક્કામાંથી પસાર થવું નહીં પડે. આ વાતની જાણકારી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આપી છે. ફાઈઝર અને મોડર્ના જેવા અનેક રસી નિર્માતાઓએ સરકાર સામે શરતો મૂકી હતી. પરંતુ હવે USGDA, EMA,UK MHRA, PMDA જાપાન કે WHO ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ એટલે કે EUL સામેલ રસીએ બ્રિજિંગ ટ્રાયલ કરવાની જરૂર નહીં રહે. તેમાં એવી રસીઓ પણ સામેલ હશે જેના પહેલેથી જ લોકો ડોઝ લઈ ચૂક્યા છે.

અમેરિકાની ફાઈઝર અને મોડર્ના કોવિડ-૧૯ રસી ભારતમાં કોરોના વાઇરસના વેરિયન્સ સામે અસરકારક હોવાનું જણાયું છે. અમેરિકાના ટોચના ચેપી રોગના નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ કહ્યું હતું કે ન્યુ યોર્ક યુનિવર્સિટીના સંશોધનથી બહાર આવ્યું છે કે એમઆરએનએ ટેકનોલોજી પર આધારિત બંને કોરોના વાઇરસ રસી મ્યૂટેનના ભય પછી પણ ભારતમાં મળતા વેરિયન્ટનાં સ્પાઇક પ્રોટીનને નષ્ટ કરવા સક્ષમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here