પ.પૂ. જીતેન્દ્રિયપ્રિયદાસ સ્વામિને જ્ઞાનમહોદધિની વિશિષ્ટ પદવીથી સન્માનિત કરાયા

 

અમદાવાદઃ વિશ્વશાંતિ મહોત્સવ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી  સ્વામી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાઈ રહ્ના છે ત્યારે મહોત્સવમાં સંતવિદ્વત સંમેલન યોજાયું હતું. જેમાં મઠાધીશો, મહંતો, વિદ્વાનો, ધર્માચાર્યો પધાર્યા હતા. અખિલ ભારત સંત સમિતિના અધ્યક્ષ .પૂઅવિચલદાસજી મહારાજે કે જેમાં ભારતના ૧૨૭ સંપ્રદાયો જોડાયેલ છે, ઍવા બધાની સંમતિથી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને સંત સંમેલનમાં ઉપસ્થિત ધર્માચાર્યો, વિદ્વાનોની ઉપસ્થિતિમાંજ્ઞાનમહોદધિની પદવીથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે ભારત સંત સમિતિના અધ્યક્ષ .પૂ. અવિચલદાસ મહારાજે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ૨૨૦ વર્ષનાં ઇતિહાસોમાં ખૂબ પ્રગતિ કરી છે. સંતોની સુવર્ણ તુલા તો સાંભળી છે, પરંતુ પ્લેટીનમ તુલા થઈ હોય તેવું કદી સાંભળ્યું નથી. સાંભળી હોય તો તે ફકત ઍક સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય મુક્તજીવન સ્વામીબાપાની થઈ છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં સંતોની સામ્યતા, સમર્પણભાવ, જે અદ્વીતિય છેસંસ્થાનની કાર્ય રચના આદરણીય અને અનુકરણીયતાનું સોપાન છે. મુક્તજીવન સ્વામીબાપા ક્રાંતિકારી સંત હતા કે જેઓઍ હિંમતપૂર્વક કાર્ય કરી વટવૃક્ષ ઊભું કર્યું છે. .પૂ. પુરૂષોત્તમપ્રિયદાસ સ્વામી સાથે પણ અમારો ખૂબ આત્મિયતાનો નાતો રહ્ના છે. મહોત્સવમાં સંત સંમેલનમાં પધારેલા જગન્નાથ મંદિરગૌ સંત સેવી મહામંડલેશ્વર જગદીશ પીઠાધીશ્વર મહંત  દિલીપદાસજી મહારાજ, હરિદ્વારથી યોગાચાર્ય સ્વામી ડો. અખિલેશ મહારાજ, દિલ્હી યુનાઈટેડ નેશન શાંતિદૂત સ્વામી વિશ્વઆનંદ, માઈ મંદિર બાલેન્દુ ભગવતી કેશવ ભવાની મહારાજ, વારાણસીથી કાશી ગૂર્જર વિદ્વતપરિષદ તથા ગુજરાત સમાજ અધ્યક્ષ શાસ્ત્રી અનિલભાઈ વગેરે મહંતઓ પધાર્યા હતા.

મહોત્સવમાં ઈન્કમટેક્ષ કમિશનર ઍકઝામિશન રીતેશ પરમાર ત્ય્લ્ પણ પધાર્યા હતા. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી ગામ દહીંસરાના  ગોપાલભાઈ તથા તેમના પુત્ર નીતિનભાઈ તથા સમગ્ર પરિવાર તરફથી રૂપિયા દોઢ કરોડનું દાન કે. કે. હોસ્પિટલ, ભૂજને કરાયું હતું તથા રૂપિયા પચાસ લાખનું દાન ભાદરવા ગામ કેળવણી મંડળને કરાયું હતું