પ્રધાનમંત્રીઍ માતાના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે આશીર્વાદ મેળવ્યા

 

વડનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા મોદીનો ૧૮ જૂને જન્મદિવસ હતો. પ્રધાનમંત્રીઍ માતાના પગ પખાળી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હીરાબા મોદી ૧૦૦ વર્ષના હોવા છતાં સંપૂર્ણ સ્વસ્થ છે. હીરાબા વર્ષોથી તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહે છે. હીરાબા હજુ પણ તેમના ઘરમાં કોઈ પણ આધાર વગર ચાલે છે અને ઘરના તમામ કામ જાતે કરે છે.

હીરાબા મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન ખાય છે. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધુ ખાય છે. તેમને લાપસી ખૂબ ગમે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવવામાં આવે છે. વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરે છે, ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક ખાય છે.

હીરાબા ભલે ૧૦૦ વર્ષના થઈ રહ્ના હોય, પરંતુ મહિના પહેલા તેઓ પોતે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા શાળાઍ ગયા હતા અને લોકશાહીના ઉત્સવમાં પોતે પણ ભાગ લીધો હતો. કોરોનાના સમયે પણ જ્યારે લોકોના દિલમાં રસીને લઈને મૂંઝવણ હતી ત્યારે તેમણે પોતે રસી લઈને સમાજની સામે ઍક દાખલો બેસાડ્યો હતો.

હીરાબાનું સ્વાસ્થ્ય સામાન્ય લોકોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારૂં છે. સાદો ખોરાક સ્વસ્થ જીવનની નિશાની છે. અને તે હંમેશા સાદું ખાવાનું પસંદ કરે છે, તેમાં પણ ઘરનું રાંધેલું ભોજન. હીરાબાઍ પોતાનું આખું જીવન ખૂબ સાદગીમાં વિતાવ્યું છે. સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તે માટે હીરાબા ઍક ઉત્તમ ઉદાહરણ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here