પ્રતિભાવંત યુવા ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છેઃ નેપોટીઝમ, ભાઈ- ભતીજાવાદ, માફિયાગિરી – અમાનવીય ઉપેક્ષા અને અપમાન – દરેક શક્ય કારણની તલસ્પર્શી તપાસ થવી જોઈએ.

Handout photo of Sushant Singh Rajput.

 

            ..સુશાંત સિંહ રાજપૂતને માનસિક તણાવ શાના કારણે થયો હતો?એને કયા પરિબળો આત્મહત્યા કરવા દોરી ગયા હતા ??બોલીવુડના 

મોટા ગજાના નિર્માતાઓ , પ્રોડકશન હાઉસોનું વલણ કેટલું અમાનુષી અને બિનવ્યાવસાયિક હતું – તે દરેકની તપાસ સરકારે અને પોલીસ તેમજ ન્યાય તંત્રની દેખરેખ હેઠળ થવી જોઈએ. એવી માગણી અનેક લોકો કરી રહે્યા છે. સુશાંત સિંહ રાજપૂતનો પોતાની ફિલ્મોમાંથી બહિષ્કાર કરનારા યશરાજ ફિલ્મસ, કરણ જોહર , સલમાન ખાનના વલણ અને વર્તણુંકની તલસ્પર્શી તપાસ કરવામાં આવવી જોઈએ. જયશ્રી શ્રીકાન્ત નામની મહિલાએ  કરણ જોહર , યશરાજ ફિલ્મસ અને સલમાન ખાનના સામૂહિક બહિષ્કારની  માગણી કરતી પિટિશન કરી છે. change.org ની સાઈટ પર જઈને આપ પણ આ પિટિશનમને સમર્થન આપી શકો છો. અત્યારસુધીમાં આશરે 24 લાખ લોકોએ આ પિટિશન પર પોતાના સમર્થનના હસ્તાક્ષર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ કેન્યાના નૈરોબી શહેરનાં વતની અને હાલમાં પ્રિન્સ્ટન ન્યુ જર્સીમાં રહેતા જયશ્રી શ્રીકાન્ત નોર્થ અમેરિકામાં સાઉથ એશિયન રેડિયો સ્ટેશન રુકુસ એવન્યુમાં રેડિયો જોકીની કામગીરી બજાવી રહ્યા છે. તેમણે પોતાની પિટિશનમાં જણાવ્યું હતું કે, કરણ જોહર, યશરાજ ફિલ્મસ અને સલમાન ખાનનો સામાજિક બહિષ્કાર કરવામાં આવવો જોઈે. તેમણે કહ્યું હતું કે, અમે આ પિટિશન દ્વારા નેટફિલક્સ. એમેઝોન પ્રાઈમ અને હોટસ્ટારને અપીલ કરીએ છીએ કે તેઓ ઉપરોક્ત મિડિયા હાઉસની ફિલ્મોને તેમની ચેનલો પર પ્રમોટ ના કરે. સંઘર્ષ કરીને પોતાની પ્રતિભા પુરવાર કરતા કલાકાર – કસબીઓને સહાયરૂપ બને. માનવતાવાદી વિચારસરણી ધરાવતા દરેક કલારસિકે આ પિટિશન નું સમર્થન કરવું જોઈએ. કલાના ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી માફિયાગિરી, જોહુકમી અને દાદાગીરીને રોકવા હવે કલાપ્રેમીઓએ એક થઈને ઝુંબેશ કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here