પુત્ર કાર્તિને  હિંમત આપતા પિતા પી. ચિદંબરમ્ઃ બેટા, ગભરાઈશ નહિ,, હુ  છું ને!

0
1057

આઈએન એકસનો ખટલો પાછો ચર્ચાના ચકડોળે છે.  આઈએન એકસ મિડીયા કેસમાં સંડોવાયેલા કાર્તિ ચિદંબરમને ગઈકાલે ગુરૂવારે સીબીઆઈ દ્વારા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીબીઆઈ તરફથી સોલીસિટર જનરલ તુષાર મહેતા અને કાર્તિ ચિદંબરમ વતી એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ રજૂઆતો કરી હતી. કેસની સુનાવણી બપોરે 2 વાગે શરૂ કરવામાં આવી હતી. જે સાંજે છ  વાગે પૂરી થઈ હતી. આ પ્રસંગે કાર્તિ ચિદંબરમના પિતા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન પી. ચિદંબરમ પણ પોતાના પુત્રને હિંમત આપવા માટે ખુદ અદાલતમાંહાજર રહ્યા હતા. તેમણે કાર્તિને ખભે મૂકીને લાગણીભર્યા સ્વરે કહ્યું હતું કે, બેટા, ગભરાઈશ નહિ , હું છું ને..

 સુનાવણી દરમિયાન બન્ને પક્ષે ખૂબ જ કડવાશભરી દલીલબાજી થઈ હતી. સીબીઆઈએ  કાર્તિની તપાસ માટે કોર્ટ પાસે એના 14 દિવસ માટે રિમાન્ડની અરજ કરી હતી. જો કે અદાલતે સીબીઆઈને 5 દિવસ માટેના રિમાન્ડની મંજૂરી આપી હતી. ત્યારબાદ કાર્તિને સીબીઆઈની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here