પુતિન સત્તા છોડ્યા પછી પણ રશિયાના સર્વોચ્ચ સ્થાને રહેવા બંધારણમાં સુધારો કરશે

મોસ્કોઃ રશિયાના પ્રમુખપદેથી હટ્યા પછી પણ સર્વોચ્ચપદે ટકી રહેવાની સત્તા આપતા બંધારણીય સુધારાની પ્રમુખ પુતિનની દરખાસ્ત પછી રશિયાના વડા પ્રધાન દિમિત્રી મેદવેદેવે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, જેનો પુનિતે સ્વીકાર કર્યો હતો.
૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે પુતિનને ટર્મ લિમિટ પર અવલોકન કરવા સમય આપનાર રશિયાના વડા પ્રધાન દિમિત્રી મેદવેદેવે ટેલિવાઇઝ્ડ મેસેજમાં કહ્યું હતું કે તેમના મેન્ટરની સરકારમાં પરિવર્તન માટેની દરખાસ્ત જોતાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. પુતિને મેદવેદેવની કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો અને તેમને પ્રમુખીય સુરક્ષા પરિષદના નાયબ વડા નીમ્યા હતા. અગાઉના દિવસમાં કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં પુતિને સાંસદોને નવા વડા પ્રધાનના નામની દરખાસ્ત રજૂ કરવા બંધારણમાં સુધારો કરવા સૂચન કર્યું હતું. આવી નિમણૂકો કરવા હાલમાં આ સત્તા રશિયાના પ્રમુખ પાસે છે. ‘આનાથી સંસદ અને સંસદીય પક્ષોની સત્તા વધશે, વડા પ્રધાનની તેમજ તમામ પ્રધાનોની સત્તા અને સ્વતંત્રતા વધશે’ એમ સાંસદો અને ટોચના અધિકારીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું. તો સાથે સાથે પુતિને એવી પણ દલીલ કરી હતી કે જો રશિયાને સંસદીય પદ્ધતિથી ચલાવવું હશે તો રશિયા સ્થિર નહિ રહે. પ્રમુખ પાસે વડા પ્રધાન અને મંત્રીમંડળને સત્તા પરથી દૂર કરવાની સત્તા હોવી જોઈએ. ઉપરાંત ટોચના સંરક્ષણ તેમજ સુરક્ષા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા, રશિયન સૈન્યના સુપ્રીમ કમાન્ડર બનવાની તથા કાયદાનું પાલન કરાવતી સંસ્થાને દૂર કરવાની સત્તા પણ હોવી જોઈએ. પુતિને કહ્યું હતું કે બંધારણીય સુધારા રાષ્ટ્રવ્યાપી મતદાન માટે મૂકવા જોઈએ. ઉલ્લેખનીય છે કે પુતિનની પ્રમુખપદની મુદત વર્ષ ૨૦૨૪માં પૂરી થશે અને રશિયાનાં રાજકીય વર્તુળોમાં તેમના પછી કોણની અટકળો ચાલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here