પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ફરી એક વખત ઈરાનને ચેતવણી આપી છે

 

જેરૂસલેમઃ નેતન્યાહૂના કહેવા પ્રમાણે ઈરાન સાથે થનારી કોઈ પણ પ્રકારની ન્યુક્લિયર ડીલ પર ઈઝરાયેલ ભરોસો કરી શકે તેમ નથી. ઈરાનને ન્યુક્લિયર શસ્ત્રો હાંસલ કરતા રોકવા માટે ઈઝરાયેલ જે પણ કરવુ પડે તે કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાની નવી બાયડેન સરકાર દ્વારા ઈરાન સાથે ન્યુક્લિયર ડીલ પર ચર્ચા કરવાની કવાયત નવેસરથી શરૂ કરવામાં આવી છે ત્યારે જ ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયેલ ઈરાનના અંતિમવાદી નેતૃત્વ પર ભરોસો કરી શકે તેમ નથી. આ પહેલા અમે નોર્થ કોરિયા સાથે થયેલી અમેરિકાની ડીલ પણ નિષ્ફળ જતી જોઈ છે. ઈરાન સાથે અમેરિકા કોઈ ડીલ કરે કે ના કરે પણ ઈરાનના હાથમાં પરમાણુ હથિયારો ના આવે તે માટે ઈઝરાયેલ તમામ પ્રયાસો કરી છુટશે.

દરમિયાન ઈરાને ૨૦૧૫માં અમેરિકા સાથે થયેલી ન્યુક્લિયર ડીલને ફરી લાગુ કરવા માટે અમેરિકા પર દબાણ કરવાનુ શરૂ કરી દીધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આ ડીલ રદ કરી નાંખીને ઈરાન પર નવેસરથી પ્રતિબંધો મુકી દીધા હતા. જોકે હવે અમેરિકામાં સરકાર બદલાઈ છે ત્યારે ઈરાને અમેરિકા દ્વારા લગાડાયેલા પ્રતિબંધો હટાવવા માટે અમેરિકા પર દબાણ કરવાનુ શરૂ કરી દીધુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here