પાની રે પાની તેરા રંગ કૈસા ??  – દક્ષિણ આફ્રિકાના શહેર કેપટાઉનમાં  કપરું જળ- સંકટ

0
1097

દક્ષિણ આફ્રિકાના જાણીતા શહેર કેપટાઉનમાં લોકો પાણીની તીવ્ર અછતને કારણે વલખાં મારી રહ્યા છે. પાણીની અછતનો પ્રશ્ન દિન-પ્રતિ દિન વિકટ બની રહ્યો છે.તાત્કાલિક કોઈ ઉપાય મળતો નથી. સરકારે જાહેર કર્યું છે કે, હવે શહેરમાં માત્ર 30 દિવસ સુધી ચાલી શકે એટલો જ પાણી પુરવઠો ઉપલબ્ધ છે. લોકોને ઘર વપરાશમાં પાણીનો ઉપયોગ ન કરવાની તાકીદ કરવામાં આવી છે. બાથરૂમ- ટોયલેટમાં ફ્લશ

કરવા માટે મનાઈ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત હેઠળ ઘરે ઘરે ફરીને લોકોને પોલીસ દ્વારા પાણી આપવામાં આવશે. સરકારી અધિકારીઓ ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ સિવાય નાળાઓ- ગટરો કે પાઈપોમાં રહેલા દૂષિત પાણીને શુધ્ધ કરવા માટે એનું રિ-સાયકલિંગ કરવાના સલાહ- સૂચનો આપવામાં આવી રહ્યા છે. આપું કેપટાઉન શહેર ભયંકર જલ-સંકટમાં સપડાયું છે….ફસાયું છે.. એક અંદાજ મુજબ, આગામી 90 દિવસોમાં શહેર જળવિહોણું બની જવાની સંભાવના છે…

હાલમાં કેપટાઉન શહેરની કુલ વસ્તી  આશરે 40 લાખની છે. નિષ્ણાતો કહે છેકે, 11 મે, 2018ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હશે…બંધમાં માત્ર30 ટકા પાણી જ બાકી બચ્યું છે. 13-5 ટકા પાણીનો જથ્થો બાકી રહેશે. એટલે લોકોને પાણીની સપ્લાઈ કરવાનું બંધ કરવામાં આવશે. ત્યારબાદ કેપટાઉનમાં રહેનારા દરેક રહેવાસીને વપરાશ માટે આશરે 25 લીટર પાણી આપવામાં આવશે. પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરમાં અનેક સ્થળો પર પાણીનું વિતરણ કરવામાં આવશે. દરેક વ્યકિત ને માત્ર બે મિનિટમાંં સ્નાન કરવાનું ફરમાન કરાશે. મોટરકાર ધોવાની સખત મનાઈ કરાશે. બગીચા અને સ્વિમિંગ પુલોમાટે પાણીનો પુરવઠો આપવામાં નહિ આવે.

 

 જાહેર જનતાને સરકારે વિનંતી કરી છેકે, નહાયા બાદ એ પાણીને એકઠું કરીને રિ- સાઈકલ કરે..કપડાં ધોવાનું બંધ રાખે..વોશિંગ મશીનનો ઉપયોગ ના કરે.

      અત્યારે કેપટાઉન શહેરની હાલત કફોડી છે. શહેરની સડકો પર અને ગલીઓમાં પાણી મેળવવા માટે લોકોની લાંબી લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. જમીનની ભીતર તળિયે બોરિંગ મશીનો ગોઠવીને પાણી મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે…

      3 વરસથી અહીં નહીંવત્ વરસાદને કારણે પાણીની સખત અછત તંગી વરતાઈ રહી છે..શહેરમાં જમીન પથ્થર બની ગઈ થે…ખેતીલાયક જમીન નથી.. સિંચાઈની કોઈ વ્યવસ્થા તો કયાંથી હોય?

   માનવજીવન ટકાવી રાખવા માટે જળ અનિવાર્ય છે.. જલ નહિ, તો જીવન નહિ! જળની અછત માનવ સંસ્કૃતિને ઉધ્વસ્ત કરી દેશે ! આજે કેપટાઉન શહેરના લોકોનાં તન-મન ને હૃદય પાણીની ઝંખનામાં વિહ્ વળ છે..જગતના પાલનહાર પાણીની મહેર કર..રામા મેઘ દે.. પાની દે. .પાની દે…જિંદગાની દે..!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here