પાકિસ્તાન અને ચીનની જુગલબંધી મોટો ખતરોઃ આર્મી ચીફ નરવણે

 

નવી દિલ્હીઃ આર્મી ચીફ જનરલ  એમ. એમ. નરવણે  પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને ચીન માટે એક સામાન્ય ખતરો ગણાવતાં કહ્યું કે આ એક વાસ્તવિકતા છે જેને અવગણી શકાય નહીં. તે જ સમયે તેમણે ખાતરી આપી કે સેના કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે. નરવણે ૧૫ જાન્યુઆરીએ યોજાનારા ભારતીય સૈન્ય દિન પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, પાકિસ્તાન અને ચીન મળીને આપણા માટે મોટું જોખમ ઊભુું કરી શકે એમ છે, આ શક્યતાને અવગણી શકાય નહીં. પાકિસ્તાન આતંકવાદને સ્વીકારે છે. આતંકવાદ સામે આપણી પાસે ઝીરો ટોલરન્સ નીતિ – શૂન્ય સહિષ્ણુતા નીતિ છે. અમારી પસંદગીના ચોક્કસ સમય અને સ્થળનો પ્રતિકાર કરવાનો અમને અધિકાર છે. અમે આ સંદેશ આપ્યો છે. સેનામાં નવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે નરવણેેએ કહ્યું હતું કે, ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે, એક વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી છે, જેથી આધુનિક તકનીકથી સજ્જ સેના બનાવવા માટે તમામ હાલની તકનીકોનો ઉપયોગ કરી શકાય. ગયા વર્ષે લદ્દાખ બોર્ડર પર ચીની સેનાની પ્રવૃત્તિ અંગે તેમણે કહ્યું હતું કે, એલએસી પર ચીને જે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો તે નવી વાત નહોતી, તેઓ દર વર્ષે તાલીમ માટે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here