પાકિસ્તાને આપેલી પરમાણુ યુધ્ધની ધમકીનો જવાબ આપતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ ..

0
862

     પાકિસ્તાને આપેલી પરમાણુ યુધ્ધની ધમકીનો જવાબ આપતાં ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો કોઈ ભારત પર બુરી નજર કરશે તો તેને જડબાતોડ જવાબ આપવા માટે અમારું સૈન્ય પૂરી રીતે તૈયાર છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદ અહેમદે પીઓકેમાં ભારતની લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરતાં એટમ હુમલાની ધમકી ઉચ્ચારી હતી. 

   સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ નેવીના કમાન્ડરોની કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારત કદી પણ આક્રમણખોર બન્યું નથી. ભારતે કદી કોઈ અન્ય દેશ પર હુમલો કર્યો નથી, કે કોઈની એક ઈંચ પણ જમીન પચાવી પાડી નથી. પરંતુ જો કોઈ ભારત પર બુરી નજર કરશે તો એનો સખત રીતે જવાબ આપવા માટે અમારું લશ્કર તૈયાર છે. ભારતીય નૌકાદળ વિષે વાત કરતાં તેમમએ કહ્યું હતું કે, મને પૂરેપૂરો વિશ્વાસ છેકે, ભારતની સમુદ્ર સીમા પૂર્ણરીતે સુરક્ષિત હાથોમાં છે. અમારા નૌકાદળે પ્રણ લીધું છેકે 26-11 જેવો હુમલો હવે કદાપિ નહિ થાય. નૌકાદળનું સ્વદેશીકરણ થઈ રહ્યું છે. . આપણા નૌકા- કાફલામાં ભારતીય ઉપકરણોની સંખ્યા વધી રહી છે. દેશની ત્રણે લશ્કરી પાંખોનો આગ્રહ છે કે લશ્કરી શસ્ત્ર- સરંજામ બહારથી આયાત કરવાનું ઓછું થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here