પાકિસ્તાનમાં ઈમરાન ખાનના નેતૃત્વવાળી નવી સરકારની રચના થયા બાદ પણ પાક સરકારનું જૂઠ્ઠાણા આચરવાનું વલણ બદલાયું નથી…ભારતીય નૌકાદળના ભૂતપૂ્ર્વ અધિકારી કુલભૂષણ જાધવ પરના આરોપ યથાવત્…

0
902
Imran Khan, chairman of the Pakistan Tehreek-e-Insaf (PTI) political party, speaks with a Reuters correspondent during an interview at his home in the hills of Bani Gala on the outskirts of Islamabad, Pakistan July 29, 2017. REUTERS/Caren Firouz

પાકિસ્તાનમાં નવી સરકાર રચાયા બાદ પાકિસ્તાનના નવા વિદેશમંત્રી સાહ મહંમદ કુરૈશીએ એવો દાવો કર્યો હતોકે, પાકિસ્તાન સરકાર પાસે કુલભૂષણ જાધવની વિરુધ્ધ જબરદસ્ત અને સાચા પુરાવાઓ છે, જેનાથી તેના પરના આરોપો પુરવાર થઈ શકે. તેમણે વધુમાં કહયું હતું કે, અમારી પાસે પૂરતા પુરાવાઓ છે. અમે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણને ગુનેગાર સાબિત કરી શકીશું. પાકિસ્તાન સરકારે કુલભૂષણ જાધવને 3 માર્ચ, 2016ના દિવસે ઈરાનમાંથી  અપહરણ કરી લીધો હતો. પાકિ્સ્તાનની અદાલતે તેને મૃત્યુ દંડની સજા આપી હતી, પણ ભારત આખો મામલો આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ લઈ ગયું હતું. ઈન્ટરનેશનલ અદાલતની 10 સભ્યોની બનેલી બેન્ચે જયાં સુધી અંતિમ ફેંસલો ના આવે ત્યાં સુધી કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર મનાઈ ફરમાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here