પાકિસ્તાનના વ઼ડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય જનતાપક્ષને મુસ્લિમવિરોધી – પાકિસ્તાન વિરોધી કહીને ભાજપ સરકારની ટીકા કરી…

0
853

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન ભારતની ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે ભાજપને મુસ્લિમવિરોધી અને પાકિસ્તાનવિરોધી પક્ષ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાનના શાંતિ- મંત્રણાના પ્રસ્તાવને નકારી કાઢયો હતો. ભારતમાં આગામી લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપની કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું હતું. ઈમરાન ખાને એવી આશા વ્યક્ત કરી હતી કે, 2019ની ચૂંટણીઓ પૂરી થયા પછી જ ભારત સાથે વાત થઈ શકશે.

 વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના ઈન્ટરવ્યૂમાં  2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા અંગે પણ વાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, તેઓ ખુદ એવું ઈચ્છે છેકે આતંકી ધડાકા કરનારા આતંકવાદીઓ  અંગે કશુંક કરે. ઈમરાન ખાને વધુમાં ઉમેર્યું હચતું કે, મેં મારી સરકારના વહીવટીતંત્રને તાકીદ કરી છેકે, આ ઘટનાની વિગતવાર માહિતી મને આપે. આ કેસને હું પ્રથમિકતા આપું છું, કારણકે આ આતંકવાદી ઘટના છે. ગત ઓગસ્ટ મહિનામાં    ઈમરાન ખાને વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું હતું.

   પાકિસ્તાને ગત સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્કમાં બન્ને દેશોના વિદેશપ્રધાનો વચ્ચે મંત્રણા બાબત દરખાસ્ત કરી હતી, જેનો ભારતે અસ્વીકાર કર્યો હતો. ભારતના વલણ પ્રત્યે ઈમરાનખાને નારાજગી પ્રગટ કરી હતી. ઈમરાન ખાને એવી આશા વ્યક્ત કરી હતી કે, કરતારપુર કોરિડોર ખુલ્યા બાદ બન્ને દેશો વચ્ચે શાંતિ- મંત્રણા યોજી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here