પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડઃ સમર્થકોનો ભારે વિરોધ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડને લઇને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે સમગ્ર ઘટના પર નારાજગી વ્યકત કરી હતી. તેમણે કહ્યુંં કે આજે જે થયું તે અક્ષમ્ય છે. હું તેની તપાસ કરીશ. તેમણે કહ્યુંું કે અધિકારીઓ તેમની જવાબદારીમાંથી છટકી શકે નહી. બધુ કાયદા મુજબ હોવું જોઇએ. જો આવું નહીં થાય, તો અમે કોઇને પણ છોડશું નહી. આઇજીએ કોર્ટને જણાવ્યું કે એનએબી પાસે ધરપકડ વોરંટ છે. વોરંટની નકલ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તેના પર ઇમરાનના વકીલે કહ્યું કે ધરપકડ સંપૂણપણે ગેરકાયદેસર છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જયારે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અધ્યક્ષ ઇમરાન ખાન અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં હાજર થવા ઇસ્લામાબાદ હાઇકોર્ટ પહોંચ્યા ત્યારે તેમને પાક રેન્જર્સ બહારથી જ કસ્ટડીમાં લઇ લીધા હતા. ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફએ આરોપ લગાવ્યો છે કે ઇમરાન સાથે મારપીટ કરવામાં આવી રહી છે. પાર્ટીએ ઇમરાનના વકીલનો લોહીથી લથપથ વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
ઇમરાનની ધરપકડ એવા સમયે થઇ, જયારે હાલમાં જ તેમણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી કફકના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ધરપકડ બાદ તેમને અજ્ઞાન સ્થળે લઇ જવાયા. ઇમરાનના વકીલ ફૈઝલ ચૌધરીએ ધરપકડની પુષ્ટિ કરી છે. ખાનની પાર્ટીના નેતા મર્સરત ચૌધરીએ કહ્યું હતું કે મારી સામે ખાન સાહેબને ટોર્ચર કરવામાં આવ્યા હતા. મને ભય છે કે તેમની હત્યા થઇ શકે છે. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે. આ યુનિવર્સિટી સંબંધિત બાબત છે. ઇમરાને વડાપ્રધાન તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે રીતે આપી હતી. આ કેસનો ઘટસ્ફોટ પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝે કર્યો હતો. મલિક રિયાઝે આરોપ લગાવ્યો હતો કે ઇમરાન અને તેમની પત્ની બુશરાએ ધરપકડની બીક બતાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. બાદમાં રિયાઝ અને તેની પુત્રીની વાતચીતનો ઓડિયો લીક થયો હતો. જેમાં રિયાઝની પુત્રીનું કહેવું છે કે ઇમરાનની પત્ની બુશરા સતત તેમની પાસે પાંચ કેરેટની હીરાની વીંટી માગી રહ્યાં છે. આના પર રિયાઝ કહે છે કે જો તે બધું કરી દે છે તો તેમને પાંચ કેરેટની વીટી આપી દો. ખાસ વાત એ છે કે અલ કાદિર યુનિવર્સિટીમાં માત્ર બે ટ્રસ્ટી છે. ઇમરાન અને તેની પત્ની બુશરા બીબી. લગભગ ૯૦ કરોડની આ યુનિવર્સિટીમાં ૬ વર્ષમાં માત્ર ૩૨ વિદ્યાર્થીઓનું એડમીશન થયું.
ઇમરાન ખાન વિરૂદ્ઘ કુલ મળીને ૧૦૮ કેસ છે. તેમાંથી ૪ એવા છે, જેમાં તેની ધરપકડ નિશ્ચિત છે. આ જ કારણ છે કે ખાન આમાંથી કોઇપણ કેસમાં કોર્ટમાં હાજર થતા નહોતા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારૂકે ગૃહ મંત્રાલયના સચિવ અને ઇસ્લામાબાદના પોલીસ વડાને ધરપકડ બાદ ૧૫ મિનિટમાં જ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ફારૂકે કહ્યું કે જો પોલીસ વડા કોર્ટમાં હાજર નહીં થાયતો અમે પાકિસ્તાનના વડાપ્રધાનને અહીં બોલાવીશું. આ લોકોએ કોર્ટમાં આવીને જણાવવું જોઇએ કે કયાં કેસમાં અને શા માટે ઇમરાનની ધરપકડ કરવામાં આવી? પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા મુસર્રત ચીમાએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેણે કહ્યું હતું કે ઇમરાન ખાનને અત્યારે ટોર્ચર કરવામાં આવી રહ્યાં છે. તેઓ ખાન સાહેબને મારી રહ્યા છે. ઇમરાનના વકીલનો વીડિયો પણ પાર્ટીના ઓફિશિયલ ટિવટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં વકીલ લોહીથી લથપથ જોવા મળે છે. પાર્ટીએ કહ્યું હતું કે ઇમરાનને હાઇકોર્ટની બહાર ખરાબ રીતે મારવામાં આવ્યા છે. ૨૦૧૮માં ઇમરાન ખાનને સેનાએજ વડાપ્રધાન બનાવ્યા હતા. બાદમાં ચીફ લેફટનન્ટ જનરલ ફૈઝ હમીદના ટ્રાન્સફરના મુદ્દે તેમનો તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે વિવાદ થયો હતો. આ પછી સેનાએ શાહબાઝ શરીફને ટેકો આપ્યો હતો અને ગયા વર્ષ એપ્રિલમાં ઇમરાનની સરકારને પાડી દીધી હતી.
આ પછી ઇમરાને સેના વિરૂદ્ઘ નિવેદનો આપવાનું શરૂ કર્યુ. તેમણે બાજવાને દેશદ્રોહી પણ કહ્યા હતા. એક રેલીમાં સેનાના વરિષ્ઠ અધિકારી ફૈઝલ નસીર પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. સેનાની મીડિયા વિંગે એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં કહ્યું કે ખાનને ખોટા આરોપો લગાવી રહ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. આ પછી ઇમરાન ઈસ્લામાબાદ હાઇકોર્ટમાંથી બહાર નીકળતા પહેલા ફરી એકવાર વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન માત્ર સેનાનું નથી. મે સત્ય કહ્યું છે. એક લશ્કરી અધિકારીએ બે વખત મારી હત્યાનું કાવતરું ઘડયું છે. આ પછી જેવા તેઓ હાઇકોર્ટ પહોંચ્યા.
ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)એ સત્તાવાર ટ્વિટર પર એક વીડિયો મૂકયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન રેન્જર્સ પક્ષના પ્રમુખ ઇમરાન ખાનનું અપહરણ કર્યુ છે અને પાકિસ્તાનના લોકોને દેશનો બચાવ કરવા માટે કહેવામાં આવ્યું છે. પીટીઆઇ દ્વારા ટ્વિટ કરીને જણાવાયું છે કે લાહોર અને કાકર સહિત ઘણ શહેરોમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here