પહેલી વાર સૌથી ઊંચાઈ પરની યુદ્ધભૂમિ ઉપર તહેનાત કરાઈ મહિલા જાબાંજ અધિકારીઅો

 

નવી દિલ્હીઃ ઈન્ડિયન આર્મીમાં ફાયર ઍન્ડ ફ્યુરી કોર્પ્સનાં મહિલા અધિકારી કેપ્ટન શિવા ચૌહાનને દુનિયાની સૌથી ઊંચી યુદ્ધભૂમિમાં તહેનાત કરવામાં આવ્યા છે, જે મહિલા સશક્તિકરણનું સવોત્તમ ઉદાહરણ છે. કેપ્ટન શિવાને ૧૫,૬૩૨ ફૂટની ઊંચાઈ પર સિયાચીનની કુમાર પોસ્ટ પર ડ્યૂટી કરી રહ્ના છે. ભારતીય આર્મીની સૌથી ખતરનાક પોસ્ટ પર પહેલી વખત ભારતીય આર્મીઍ મહિલા અધિકારીને તહેનાત કરી છે. ફાયર ઍન્ડ ફ્યુરી કોર્પ્સે ટ્વીટ કરીને લખ્યું છે કે કેપ્ટન શિવા ચૌહાન ફાયર ઍન્ડ ફ્યુરી સેપર્સ છે. તેમને કુમાર પોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે તથા તેઓ સૌથી પહેલા ભારતીય મહિલા છે. કુમાર પોસ્ટ પણ દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલી યુદ્ધભૂમિ પૈકીની ઍક છે. તેમને તહેનાત કરવામાં આવ્યા પૂર્વે આકરી તાલીમ પૂરી કરી છે. ફાયર ઍન્ડ ફ્યુરી કોર્પ્સનું હેડ ક્વાર્ટર લેહમાં છે, જે આર્મીના નોર્ધન કમાન્ડમાં આવે છે. તેમને ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની સરહદ પર કરવામાં આવે છે તેની સાથે સિયાચીન ગ્લેશિયરનું પણ રક્ષણ કરે છે. ફાયર ઍન્ડ ફ્યુરી કોર્પ્સ સત્તાવાર રીતે ૧૪મા કોર્પ્સ કહેવાય છે. હાલમાં સિયાચીનમાં દિવસનું તાપમાન માઈનસ ૨૧ ડિગ્રી હોય છે, જ્યારે રાતનું ટેમ્પરેચર માઈનસ ૩૨ ડિગ્રીઍ પહોંચે છે, ત્યારે અહીં ફરજ બજાવનારા વિર સપૂતોને હજારો સલામ. સિયાચીનને ૧૯૮૪માં મિલિટ્રી બેઝ કેમ્પ બનાવવામાં આવ્યો હતો, ત્યારથી ૨૦૧૫ સુધીમાં ભારતના ૮૭૩ સૈનિક ખરાબ હવામાનને કારણે શહીદી વહોરી છે. સિયાચીન ગ્લેશિયર પર લગભગ ત્રણ હજાર જવાનને હંમેશાં તહેનાત રાખવામાં આવે છે, જ્યારે આ જવાનોની સુરક્ષા કરવાનું જરૂરી છે. ભારત સરકારે સિયાચીન પર ફરજ બજાવનારા જવાનો પર રોજના પાંચ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, જેમાં સૈનિકોના વરદી, જૂતા અને સ્લીપિંગ બેગ્સનો સમાવેશ થાય છે. સિયાચીન ગ્લેશિયર પર મોટા ભાગે ઝીરોથી નીચે ટેમ્પરેચર રહે છે. ઍક અનુમાન અનુસાર ભારત અને પાકિસ્તાનના સાથે મળીને આશરે ૨૫૦૦ જવાન સીમાસુરક્ષા કાજે શહીદી વહોરી છે. ૨૦૧૨માં પાકિસ્તાનના બેસ કેમ્પમાં ભૂસ્ખલનને કારણે ૧૨૪ સૈનિક અને ૧૧ નાગરિકના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here