પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટીએમસીના ઉમેદવાર લોકોને ધમકાવી રહ્યા છેઃ જો તમે લોકો મને મત નહિ આપો તો હું તમારા વિસ્તારના વીજળી ને પાણીનો પુરવઠો બંધ કરાવી દઈશ .. 

 

             ટીએમસી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર પોતાના મત- વિસ્તારમાં જયારે પ્રચાર કરવા જાય છે ત્યારે લોકોને ખુલ્લેઆમ ધમકી આપે છે કે- જો તમે મને મત નહિ આપો તો તમારી ખેર નથી. હું તમારા વિસ્તારમાં જળ અને વીજળીનું કનેકશન કટ કરવી નાખીશ. તમને પીવાનું પાણી મેળવવા ફાંફાં પડશે. તમારો અંધારામાં રહેવાનો વારો આવશે. આથી મારી ચેતવણીને ગંભીર માનીને મને જ મત આપવાનું નક્કી કરજો. ટીએમસીના આ ઉમેદવાર છે હાલની મમતા બેનરજી સરકારના પ્રધાનમંડળમાં કૃષિ ખાતુ સંભાળતા તપન દાસ ગુપ્તા.એમણે  મતદારોને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જે વિસ્તારમાંથી મને મત નહિ મળે એ વિસ્તારને ખૂબ સહન કરવું પડશે, તેમને પાણી- વીજળી હરગિઝ નહિ મળે. આ માટે જેમને ભાજપને ફરિયાદ કરવી હોય તે કરી શકે છે.  તપન દાસ ગુપ્તા 2011માં અને 2016માં ચૂંંટણી જીત્યા હતા. હવે તો 2021માં ફરી ચૂંટણી લડી રહ્યા છે. મમતા બેનરજીની પાર્ટીના એક અન્ય ઉમેદવાર હમીદુલ રહેમાને પણ એક સભામાં એવી ધમકી આપી હતી કે, ચૂંટણી પછી ગદ્દારોને જોઈ લેવામાં આવશે. જે લોકો મમતા બેનરજીની સરકાર દ્વારા અપાયેલા ફાયદા લઈ રહ્યા પછી પણ તેમને મત નહિ આપે તો તેમને ગદા્ર ગણવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here