પદ્મશ્રી આશા પારેખની ઉપસ્થિતિમાં કથ્થક-નૃત્ય કાર્યક્રમ યોજાયો

 

ભાવનગર: કલાક્ષેત્ર દ્વારા ગુ‚ ધરમશીભાઈ શાહ ન્ાૃત્ય મહોત્સવ-૨૦૨૨માં આતરરાષ્ટ્રીય ન્ૃત્યાંગના, કોરિયોગ્રાફર તથા પ્રશિક્ષક પંડિત અર્ચના જોગલેકરનો કથ્થક-નૃત્ય કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં યોજાયો હતો. આ પ્રસંગે અતિથિવિશેષ પદે ફિલ્મ અભિનેત્રી પદ્મશ્રી આશા પારેખ તથા મહારાણી સમયુક્તાદેવી ઉપસ્થિત રહ્યાં હતા. પ્રાત:સ્મરણિય નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ત્રણેય દિકરી મહારાણી રોહિણીબા, દિલહરબા તથા હંસાબા વિશેષ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુ‚ પાડ્યું હતું.

અર્ચનાજીએ રામચંદ્ર કૃપાલુ ભજન વંદના કરી કાર્યક્રમ પ્રારંભ કરાવ્યો હતો. મધ્યાંતરમાં કલાક્ષેત્રે પ્રમુખ નિશીથભાઈએ આવકાર આપ્યો હતો. મહારાણીબા સમયુક્તાકુમારી તથા ઝવેરબેન શાહે પદ્મક્ષી આશાજી પારેખને સન્માનપત્ર અર્પણ કરી બહુમાર કર્યુ હતું. પ્રતિભાવ આપતા આશાજીએ જણાવ્યું કે સન્માન આવડતું હોય મે લીધેલ વિવિધ ન્ાૃત્ય શૈલીની તાલીમ તથા ચિત્રપટની ભૂમિકા અંગે રિયાઝ લગન, જહેમત વગેરેની વિસ્ત્ાૃત વાતો કરી હતી.

ટ્રસ્ટીઓ દ્વારા અર્ચનાજી તથા સાથી સહાયકોનું શાલ અને માળા અર્પણ કરી સન્માન કતરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ટ્રસ્ટીગણ તથા અધ્યાપકગણે ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here