નાગરિકો ૨૦૦ કિલો માનવમળ આપે જેથી દેશમાં ખાતર સંકટ દુર થાય

 

ટોક્યો: ઉત્તર કોરિયામાં સરકાર ખેતરોમાં ખાતર માટે માનવમળનો ઉપયોગ વધારવા જઈ રહી છે. તેના વિશે સરકારે કહ્યું છે કે દેશનો પ્રત્યેક સક્ષમ નાગરિક ખાતર માટે ૨૦૦ કિગ્રા માનવ અપશિષ્ટનું યોગદાન આપે. આશા છે કે તેનાથી બમ્પર પાકની પેદાવાર થશે અને ભૂખમરાનો અંત આવશે.

કોરિયાની આ કવાયત પાછળ મોટું કારણ ચીન છે. ખરેખર ઉત્તર કોરિયા રાસાયણિક ખાતર અને યુરિયા માટે ચીન પર નિર્ભર છે. તેની પાસે ખેતી માટે જ‚રી મશીનરી અને ઉપકરણો પણ નથી. બે વર્ષથી કોરોનાને લીધે સરહદો બંધ છે. આ કારણે યુરિયાની આયાત થઈ શકી નથી. બાકી કસર તાજેતરના વર્ષોમાં કમોસમી પૂર અને તોફાને પૂરી કરી દીધી. તેના લીધે અન્ન ઉત્પાદન ઘટતું ગયું. આ કારણે ઉત્તર કોરિયાની ૨.૫૮ કરોડની વસતીમાંથી મોટાભાગના લોકો સામે ભૂખમરાની નોબત આવી ગઈ. અગાઉના વર્ષોમાં સરકારે પ્રત્યેક નિવાસીથી જાન્યુઆરી મહિનામાં પ્રથમ છ માસિકમાં ૧૦૦ કિગ્રા માનવ મળ ઉપલબ્ધ કરાવવા કહ્યું હતું. તેને હવે બમણું કરાયું છે.

જોકે સરકારી ઉદ્યમોને પણ ચિપ લગાવવા કહેવાયું છે. એક રિપોર્ટ મુજબ સરકારી ઉપક્રમોને કહેવાયું છે કે તે ૫૦૦ કિલો અપશિષ્ટનું યોગદાન કરે. આ માહિતી એ સિટીજન્સ રિપોર્ટ્સના માધ્યમથી સામે આવી હતી જે ઉત્તર કોરિયા અને ચીનની સરહદે મોબાઈલ ફોનની મદદથી એકબીજાથી અહેવાલોની આપ-લે કરે છે.

પરિવારોને કહેવાયું છે કે તે નક્કી ૨૦૦ કિલો માનવમળ આપવામાં નિષ્ફળ રહેશે તો તેમના પર દંડ ફટકારાશે. આ દંડ ૮૨ પિયા કિલોના હિસાબે ચૂકવવો પડશે. તેનાથી લોકોની મુશ્કેલી વધી શકે છે કેમ કે ૨૦૧૯ મુજબ દેશમાં પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક ૯૫ હજાર ‚પિયા વાર્ષિક છે. ગત વર્ષે કોરિયામાં ભૂખમરાંના અહેવાલો હતા. શાસક કિમે આદેશ આપ્યો હતો કે ખાવાનું ઓછું કરો. ગત વર્ષે ૪૦ લાખ ટનથી પણ ઓછું અનાજ પેદા થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here